નર્મદા જિલ્લામાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦ ” ના ભાગરૂપે ભાઇઓની ૨ કિ.મિ. ની દોડ યોજાઇ

વાવડી ગામના જાગૃત નાગરિક ૭૯ વર્ષના નિવૃત પ્રિન્સિપાલ ડી.સી.પટેલ સહિત સ્પોર્ટસના કોચ, ટ્રેનર અને ખેલાડીઓએ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો રાજપીપલા, તા28

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત આજે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલામાં સી.પી.ડીગ્રી કોલેજ સંકુલ ખાતે સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,રાજપીપલા નર્મદા ધ્વારા “ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન ૨.૦” ભાઇઓની ૨ કિ.મિ. ફ્રીડમ રન દોડ યોજાઇ હતી. આ દોડને સી.પી.ડીગ્રી કોલેજના પ્રાચાર્યશ્રી કે.જે.ગોહિલે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રાજપીપલાના સિનિયર કોચ શ્રી વિષ્ણુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આ ૨ કિ.મિ. ફ્રીડમ રન દોડમાં નર્મદા જિલ્લામાંથી સી.પી.ડીગ્રી કોલેજ અને ડી.એલ.એસ.એસ ના કોચ, ટ્રેનર અને ખેલાડીઓએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વધુમાં, વિષ્ણુભાઇ વસાવાએ વાવડી ગામના જાગૃત નાગરિક ૭૯ વર્ષના નિવૃત પ્રિન્સિપાલશ્રી ડી.સી.પટેલે આ દોડમાં ભાગ લઇ આ ફ્રીડમ રનની શોભા વધારી હતી, તેમની સાથે સી.આર.સી કોર્ડીનેટરશ્રી કલમભાઇ વસાવા પણ જોડાયાં હતા. આજે યોજાયેલી ૨ કિ.મિ. ફ્રીડમ રનમાં તમામ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઇ દોડ પુરી કરી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા