નર્મદા બ્રેકીંગ
આજે રાજપીપલા શહેર ના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ
આજની બેઠક માં આવનારા મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
કોરોના નું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી લેવાયો નિર્ણય
કોરોના ની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
રાજપીપલા, તા 17
રાજપીપલા મા ત્રણદિવસનું સ્વયંભૂ બજારો બન્ધ રાખ્યા હતા છતાં પણ કેસો વધતા જતા હોઈ કોરોનાની ચેન તોડવા લોક ડાઉનને વધુ ચાર દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે રાજપીપલા શહેર ના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇહતી. જેમાં
આજનીઆ બેઠક માં આવનારા મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યોછે.
ખાસ કરીને કોરોના નું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે. વેપારીઓ અને તંત્રનું કહેવું છે કે
કોરોના ની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 24 એપ્રિલ ના રોજ ફરી બેઠક યોજવામાં આવશે જેમાં આવનારા દિવસો માટે નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે રાજપીપલા મા ત્રણ દિવસ સજ્જડ બંધ રહ્યું હતું. લોકોએ સહકાર આપી સ્વંયભુ બંધ પાળ્યો હતો. કોરોનાની ચેન તોડવા રાજપીપલાની જનતા વધુ એક વાર કટિબદ્ધ બની છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા