*વડોદરા: અકોટા સોલાર બ્રિજ પર રામાયણ થીમ આધારિત રોશની, દિવાળીએ અનેરું આકર્ષણ*

દિવાળી પર્વ નિમિત્તે વડોદરાના અકોટા સોલાર બ્રિજને રામાયણ થીમ આધારિત રોશનીથી શણગારવામાં આવ્યો છે. બ્રિજ પર લગાવાયેલા એલઈડી સ્ક્રીન પર ભગવાન શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. સીતા સ્વયંવર, લંકા દહન, રાવણ પર વિજય સહિતના અનેક પ્રસંગો જોવા મળી રહ્યા છે. રોશનીથી ઝળહળતા બ્રિજને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
