ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે લાલ આંખ:મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી દેશી પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે એક આરોપી ઝડપાયો.

મોરબી શહેરના ખાખરેચી દરવાજા પાસેથી એક ઈસમને એસઓજી ટીમે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 2 નંગ જીવતા કાર્તૂસ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબીની મેમણ શેરીમાં રહેતા મકબુલ પિંજારા નામનો ઇસમ ખાખરેચી દરવાજાથી બેઠા પુલ તરફ નીકળવાનો હતો. જે આરોપી પાસે ગેરકાયદેસર પિસ્તોલ અને કાર્તૂસ હોવાની બાતમી મળતાં એસઓજી ટીમે વોચ ગોઠવી હતી. આરોપી મકબુલ ઈસ્માઈલ મનસુરી રોડ પરથી પસાર થતાં આરોપીને ઝડપી લીધો હતો. જેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથની બનાવટની પિસ્તોલ નંગ 1 કિંમત રૂ. 10 હજાર અને જીવતા કાર્તૂસ નંગ 2 કિંમત રૂ. 200 મળીને કુલ રૂ. 10,200નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.