જામનગર
જામનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ગાયત્રી મંત્ર, યજ્ઞ અને પૂજા-અર્ચના દ્વારા કરાઈ ઉજવણી.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય મહિલાઓ પણ બાકાત ન રહેતા જામનગરના શરુસેક્શન ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે બીજેપી મહિલા મોરચાની મહિલાઓ દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ એકીસાથ ગાયત્રી શક્તિપીઠ ખાતે હવનમાં બેઠી હતી અને ગાયત્રી મંત્રનો સમૂહમાં ઉચ્ચાર કરી યજ્ઞમાં આહુતિ આપી તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે મનોકામના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા તમામ યોગ ગુરુ, ટ્રેનર તેમજ યોગ શિક્ષકો તેમજ ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સયુંકત રીતે એકસાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી તેમજ શાસક પક્ષના નેતા કુસુમબેન સાથે જામનગર બીજેપી મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ: હર્ષિતા મેહતા, જામનગર જિલ્લા યોગ કોચ.
https://youtu.be/_4g1yy5FT9M