સ્ટાફતથા કેદીઓ સહિત ૨૯નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ચકચાર

રાજપીપળાની મુખ્ય જિલ્લા જેલનો સ્ટાફ કોરોનાના સકંજામાં

સ્ટાફતથા
કેદીઓ સહિત ૨૯નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ચકચાર

ખુદ જેલ અધિક્ષક પણ પોઝિટિવ આવતા હોમ કોરોન્ટાઈન થયા

રાજપીપલા તા 17

નર્મદા માં કોરોનાના કેશો વધી રહ્યા છે ત્યારે રાજપીપળા ખાતે મુખ્ય જેલના કર્મચારીઓકેદીઓ સહીત ખુદ જેલર પણ કોરોના સંક્રમિત થતાજેલમાં ક્ર્મશ :કૂલ 29જણા કોરોનામા સપડાતા જેલ સત્તાવાળોમા ફફડાટ ફેલાયો હતો.

જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલમાસૌથી પહેલા 6થી 7જેટલા કેદીઓએ તાવની ફરિયાદ કર્યા ડોક્ટરને જાણ કરતા ટેસ્ટ કરાવતા તમામ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
તેમને ત્યાં જેલમાં રાખવા યોગ્ય ન જણાતા આખરે આ તમામને
રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાહતા. ત્યારબાદ જેલ અધિક્ષક એલ એમ બારમેડા તથા કોન્સ્ટેબલ ને પણ તાવ આવતા તેમનો પણ ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તમામ ને રાજપીપલા કોવિદ મા સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યાર બાદ જેલ અધિક્ષક 7દિવસ કોવિદ મા સારવાર લીધા બાદ હાલ હોમ કોરન્ટાઇન થયા હોવાનું જેલ અધિક્ષક બારમેડાએ જણાવ્યું હતું. ત્યારબાદ બીજા કર્મચારીઓની પણતાવ ની ફરિયાદ આવતા તેમના પણ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવતા જેલ ના કૂલ 29જણા કોરોના સંક્રમિત થયા હતા જોકે તમામને સારવાર અપાયાં પછી ઘણી સારી રિકવરી જણાઈ છે.
જેલમાં સૅનેટાઈડ નિયમિત કરવામાં આવે છે તેમજ આર્સેનિક ની ગોળીઓ લીંબુ શરબત નિયમિત અપાય છે. મુલાકાતીઓને પણ રેપિડ ટેસ્ટ કરાવ્યા સિવાય મુલાકત આપતા ન હોવાનું જેલ અધિક્ષકે જણાવ્યું હતું. જોકે પહેલી વાર જેલમાં આટલી મોટી સંખ્યામા કર્મચારીઓ કેદીઓ કોરોના સંક્રમિત થયાહતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા