નર્મદા જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપ પ્રમુખ ભાજપાના બિન હરીફ ચુટાયા

પ્રમુખ તરીકે પર્યુષાબેન વસાવા તથા ઉપપ્રમુખ તરીકે કિરણ ભોગીલાલ વસાવા ચુટાયા

જિલ્લાનો સર્વાંગીણ વિકાસ કરીશું. અને જિલ્લાના કોઈ પણ અધૂરા રહેલા કામો પુરા કરીશુ-પ્રમુખ પર્યુષાબેન વસાવા

રાજપીપળા, તા 17

આજે નર્મદાજિલ્લા પંચાયતના સભાખન્ડ માં જિલ્લા કલેકટર ડી.એ.શાહ ની અધ્યક્ષતામાંપ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી માટે જિલ્લાપંચાયતના ચૂંટાયેલા સભ્યો ની પ્રથમ બેઠક મળી હતી
જેમાં માત્ર પ્રમુખ અને ઉપ પ્રમુખના નામની ચર્ચા કરવામાં આવતા પ્રમુખ તરીકે પર્યુષાબેન વસાવા તથા ઉપપ્રમુખ તરીકે કિરણ ભોગીલાલ વસાવાનું જ ફોર્મ ભરાયેલું હતું

જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરતા જિલ્લા પંચાયત ના આગામી અઢી વર્ષ માટે ના પ્રમુખ તરીકે પર્યુષાબેન વસાવા તથા ઉપપ્રમુખ તરીકે કિરણ ભોગીલાલ વસાવા ની વરણી કરવામાં આવી હતી

આ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલેનર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પર્યુષાબેન વસાવા, ઉપપ્રમુખ તરીકે કિરણ ભોગીલાલ વસાવા, કારોબારી ચેરમેન તરીકે મમતા હિતેશ તડવી, પક્ષના નેતા તરીકે મનજી સાકરિયા વસાવા તથા દંડક તરીકે સુભાષચંદ્ર બાબુ વસાવાની બિનહરીફ વરણી કરી હતી. તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે નવા વરાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષણ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે અમે હવે જિલ્લાનો સર્વાંગીણ વિકાસ કરીશું. અને જિલ્લાના કોઈ પણ અધૂરા રહેલા કામો પુરા કરીશુ .તેમણે જિલ્લા પંચાયતમાં સ્વચ્છ અને લોકાભિમુખ વહીવટ આપવાની ખાતરી આપી હતી .

આ પ્રસંગે ચૂંટાયેલા સદસ્યોએ બંને નવા પ્રમુખ ઉપપ્રમુખને હાર પહેરાવી મોં મીઠું કરી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ નગર મા વિજેતા પ્રમુખનુ ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા પંચાયતમાં આ અગાઉ કોંગ્રેસ અને બીટીપી નું શાસન હતું .આ વખતે જિલ્લા પંચાયતમાં ભાજપને સંપૂર્ણ બહુમતિ મળતા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આજે ભાજપેજિલા પંચાયતના સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા હતા

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા