આજના મુખ્ય સમાચારો* 2️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

આજના મુખ્ય સમાચારો*

2️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*હવે તો હદ કરે છે હાઇકોર્ટના ચૂકાદાઓ*
પીડિતા પાસે રાખડી બંધાવે તો જામીન આપવામાં આવશે
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શારિરીક શોષણના કેસમાં એક આરોપીને કહ્યું હતું કે જો તે પીડિતા પાસે રાખડી બંધાવે તો જ તેને જામીન આપવામાં આવશે. હાઇકોર્ટના આ વિચિત્ર પ્રકારના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આ વિચિત્ર પ્રકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં વકીલ અપર્ણા ભટ્ટ અને આઠ અન્ય મહિલાઓએ પડકાર્યો હતો. નીચલી કોર્ટોને આપ્યા આ આદેશ સાથે જ એક ગાઇડલાઇન જાહેર કરી હતી જેને અનુસરવા માટે નીચલી કોર્ટોને આદેશ જાહેર કર્યા હતા. આ ગાઇડલાઇનમાં જામીન અરજીઓને સ્વિકારતી વેળાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોને સામેલ કરાઇ હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં વકીલ અપર્ણા ભટ્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે આપેલા ચુકાદા જેવા ચુકાદાઓથી મહિલાઓ પર થતા અત્યાચાર અટકવાને બદલે વધી શકે છે.
******
*પોલીસ વડા રાજકીય મેળાવડાઓમાં કેમ ચૂપ રહ્યા*
રાજયના પોલીસ વડા ભાટિયાએ ખોડીયારની મુલાકાત દરમિયાન રાજકીય મેળાવડાઓ સામે પગલા નહીં લેવાના લોકો દ્વારા પૂછાતા સવાલો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પોલીસ સમય અને સંજોગો પ્રમાણે સ્ટ્રીક બનશે. રાજકીય કાર્યક્રમો અંગે પણ પોલીસે ગુના નોંધેલા છે.પોલીસની આગામી કામગીરી અને નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી પોલીસ વડા આશિષ ભાટિયાએ વડોદરાની મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ હજી પોલીસની આગામી કામગીરી અને નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પાસા હેઠળ મર્યાદિત ગુનાઓ આવરી લેવામાં આવતા હતા. જે હવે વધારવામાં આવ્યા છે અને હવે કોલ સેન્ટર સમાજ માટે જોખમી પ્રવૃત્તિઓ તેમજ અન્ય ગુનાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
********
*સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ રહેશે બંધ*
ગુજરાતમાં એક વાર ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા હતાં. ત્યારે તાત્કાલિક ધોરણે ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલું કાપડ માર્કેટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
******
*સુરત ડાયમંડ એસોસિએશનનો નિર્ણય*
સુરતમાં કોરોના સંક્રમણ વધતા જ તાજેતરમાં જ ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કાપડ માર્કેટને લઇને લેવાયેલા મહત્વના નિર્ણય બાદ વધુ એક મહત્વનો નિર્ણય શહેરમાં લેવાયો છે. સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રાખવાના નિર્ણય બાદ હવે સુરતમાં સતત વધતા જતા કોરોનાના કેસોને લઇને બે દિવસ હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
********
*ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત*
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરુ થયો છે. જેમાંથી એક વર્ષ બાદ શરુ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી. રાજ્ય સરકારે આઠ મહાનગરોની શાળા કોલેજોને 10મી એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ ફરી રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
********
*અમદાવાદમાં લોકડાઉનની અફવા કોર્પોરેશને આખરે કરી સ્પષ્ટતા*
શહેરમાં સતત વધતા કેસ અને તેને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. જ્યારે શનિ અને રવિવારે મોલ -સિનેમા ઘરોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધી શહેરમાં લોકડાઉન નાંખવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી. જો કે જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરીજનોને ટ્વિટર પર આવી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપી હતી. તેમજ ટ્વીટમાં લખ્યું હતું કે ” પ્રિય નાગરિકો, ખોટા સમાચારના શિકાર ન બનો. કોઈ લોકડાઉનનું આયોજન કરવામાં આવ્યું નથી. ફક્ત મોલ અને થિયેટરો સપ્તાહના અંતમાં બંધ રહેશે અને નાઈટ કર્ફ્યુ રાત્રે નવ વાગેથી સવારે છ વાગે સુધી રહેશે. સ્ટે સેફ
********
*સુરતમાં કોર્ટ બહાર ભારે ભીડ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા*
સુરતમાં રેડ ઝોનમાં આવેલી તમામ સરકારી ઓફિસમાં લોકોની અવર-જવર પણ વધારે જોવા મળી રહી છે. ત્યારે સુરત કોર્ટમાં ભારે ભીડ જોવા મળી હતી. સુરત કોર્ટ બહાર વકીલો અને અરજદારો મોટી સંખ્યામાં એક જ સમયે ઉમટી પડતા રસ્તા પર ટ્રાફિક થઈ ગયો હતો. સુરત કોર્ટમાં પ્રવેશ નારા તમામ લોકોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવ્યું અને નામ-નંબરની એન્ટ્રી કર્યા બાદ જ કોર્ટમાં પ્રવેશ અપાયો હતો.જોકે આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા
******
*સંક્રમણ વચ્ચે કોર્પોરેટરોની ધરાર ટિફિન પાર્ટી યોજાઈ*
ભાજપનાં ચૂંટાયેલા આ લોકસેવકો છે કે જે જનતાની સેવા માટે કામ કરશે અને તેમને સાચો રસ્તો પણ બતાવશે. જો કે આ લોકસેવકો તો ખુદ રસ્તો ભુલાયેલા જોવા મળ્યા અને તે પણ ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે અમદાવાદ શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરોની ટિફિન પાર્ટી હતી અને આ પાર્ટીમાં અમદાવાદ શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને શહેર સંગઠનના પદાધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન અનેક નેતાઓએ માસ્ક જ નહોતું પહેર્યું. કેટલાક નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જાળવ્યું ત્યારે સવાલ એ થાય કે ભાજપના આ નેતાઓને દંડ કોણ કરશે? ભાજપના આ નેતાઓને તાયફા કરવાની મંજૂરી કેમ આપવામાં આવે છે? અને કરે પણ છે તો નિયમોનાં પાલનને લઈને કેમ કોઈ સાવધાની વર્તવામાં નથી આવતી? થોડા સમય પહેલા જ ભાજપના પદાધિકારીઓની બેઠકમાંથી કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત થઈ હતી અને સિનિયર પદાધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા
*******
*પટેલ ટ્રાવેલ્સ ડિફોલ્ટરની સ્થિતિમાં*
અમદાવાદના પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં બેંક લોનનું ભારણ વધતા ડિફોલ્ટરની સ્થિતિમાં 50 બસો વેચવી પડી હતી. એક વર્ષ પછી ધંધો સારો હશે તો બેંક ફરી લોન આપશે. પણ કોઇ ઉકેલ ન આવતા સત્તાવાર જાહેરાત કરવી પડી હતી. અને, મારી કંપનીને વર્ષે 107 કરોડનું નુકસાન થતા 1200માંથી 600 કર્મચારીઓને છૂટા કર્યા હોવાનું મને ઘણુ દુ:ખ છેઅંદાજ છેકે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે. જેથી અમદાવાદમાં 250 બસો વેચાતા 5000 વ્યક્તિએ નોકરી ગુમાવી પડી છે. એટલું જ નહીં 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતા હાલ 62,500 વ્યક્તિના ભરપોષણને અસર પહોંચી છે. સાથે જ સરકાર દ્વારા છમહિનાના ટેક્સના રાહતમાં પણ કોઇ ફાયદો થયો નથી.એક બસ બંધ રહે તો કેટલો ખર્ચ? જો એક બસ બંધ પડી રહે એટલે કે પાર્કિંગમાં ઊભી રહે તો મહિને 21 હજારથી લઇ 39 હજાર રૂપિયા સુધીનો ખર્ચનો અંદાજ છે. જેમાં RTO ટેક્સ, 7000 વીમો, 20000 ડ્રાઇવર-ક્લિનર, બેંક હપ્તો, કર્મચારીના પગાર, જીએસટી, 3500 બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ રહેતું હોય છે.ઘણા બસ ચાલકો ફાસ્ટ ફૂડ બિઝનેસમાં જોડાયા
*******
*સોનાનો ભાવ 15 હજારથી વધુ ઘટશે*
જો તમને યાદ હોય, તો ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાએ તેની સર્વાધિક ઉંચાઈને સ્પર્શ કરી હતી. હવે જે લોકો સોનું ખરીદવા માંગે છે તેમના માટે સુવર્ણ તક છે. ઓગસ્ટ 2020 ની વાત કરીએ તો, આ મહિને, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો હાજર ભાવ 10 ગ્રામ દીઠ આશરે 57000 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીમાં સોનાનો ઉચ્ચતમ સ્તર છે. પરંતુ હવે સોનાના ભાવમાં આશરે 12000 રૂપિયા ઘટાડો થયો છે. નિષ્ણાંતોના મતે, આગામી દિવસોમાં તે વધુ ઘટશે અને સોનાની કિંમત 39 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.
*******
*ખેડબ્રહ્માથી વિધાનસભા સુધીની ખેડૂતોએ બાઇક રેલી નિકાળી*
ખેડૂતોએ ખેડબ્રહ્માથી ગાંધીનગર સુધી બાઇક રેલી યોજી ગુજરાત વિધાનસભા તરફ બાઇક રેલીની શરુઆત કરી હતી. સાબરકાંઠા પોલીસનો મોટો કાફલો હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે ખડકાઇ ગઇ હતી. અને બાઇક રેલીને ઇડર સ્ટેટ હાઇવે પર જ અટકાવી દેવામા આવી હતી. એક કલાકની સમજાવટ બાદ આખરે ખેડૂતોએ હિંગળાજ ખાતે જ રેલીનુ સમાપન કર્યુ હતુ અને ઇડર ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું હતુ.
********
*4-કરોડ લોકોને રસી મુકાઈ છે તેમા આડઅસરનું પ્રમાણ*
રસીનું આખી દુનિયામાં સાત સ્થળોએ નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરવામાં આવતું હોય છે. દેશમાં અત્યાર સુધીમાં ચારેક કરોડ લોકોને રસી મુકાઈ છે અને તેમાં આડઅસરનું પ્રમાણ 0.000432 ટકા જેટલુ જ છે. આપણે રસી પર વિશ્વાસ મુકવો પડશે. તેમણે કહ્યું હતું કે, જે સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે તેનો લોકોએ લાભ લેવો જોઈએ
*****
*શરીરે કમળ ચિતરાવો કોરોના પ્રૂફ થઈ જાઓ*
બંગાળના પુરુલિયામાં સભાને સંબોધી. આ સભામાં હાજર મોટા ભાગનાં લોકો માસ્ક પહેર્યા વિના જ આવ્યા હતા ને સોશિયલ ડિસ્ટન્સિંગને તો સાવ કોરાણે મૂકી દેવાયું હતું. સ્ટેજની નજીક સૌથી આગળના ભાગમાં એકદમ પાસપાસે ગોઠવાયેલી ખુરશીઓમાં લોકો એકબીજાને સ્પર્શે એ રીતે બેઠાં હતાસોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે ને સવાલ પૂછાઈ રહ્યા છે કે, આ લોકો કોરોનાપ્રૂફ છે કે શું ? મોદી સાહેબ આખા દેશને સલામતી રાખવાની ને માસ્ક પહેરવાની સલાહો આપે છે તો આ લોકોને કેમ કશું કહેતા નથી?ભાજપના કાર્યકરો કપડાં કાઢીને શરીર પર કમળ ચિતરાવતા હતા, એવી તસવીરો વાયરલ કરીને લોકો કટાક્ષ પણ કરતા હતા કે, ભાજપનું પ્રતિક ચિતરાવી દીધું એટલે હવે કોરોના પણ તેમનું કશું નહીં બગાડી શકે.
******
*પ્રેમ આંધળો બન્યો: મામી ભાણેજને લઈને ભાગી ગઈ*
એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને લૂણો લગાડતો કિસ્સો બન્યો છે. આ ઘટના માઝા વિસ્તારની છે. જ્યાં હાલમાં જ નવી નવી પરણીને આવેલી એક દુલ્હનને તેના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્નના થોડા જ દિવસોમાં વિવાહીત મહિલા ભાણેજ પ્રત્યે એ રીતે મોહિત થઈ ગઈ કે, તેને લઈને ભાગવાનો વિચાર કરી નાખ્યો. એટલુ જ નહીં, એક દિવસ મોકો મળતા બંને ફરાર પણ થઈ ગયા. ત્યારે હવે મામી-ભાણેજની આવી કરતૂત આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
******
*શાકભાજીના ભાવ વધ્યા ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર*
શાકભાજીની ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ગરમીની શાકાભાજી, ભીંડા, તિરુયા, લિંબૂના ભાવ આસમાને પહોંચવા આવ્યા છે. જેના કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી ગયુ છે. લિંબૂ અને લસણના ભાવ તો 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયા છે. જાણકારોનું કહેવુ છે કે, ગરમીની સિઝનમાં ઝડપી આવી જતા શાકભાજીના કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. 100 રૂપિયાની પાર પહોંચ્યા લિંબૂ અને લસણ
******
*ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત*
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરુ થયો છે. જેમાંથી એક વર્ષ બાદ શરુ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી. રાજ્ય સરકારે આઠ મહાનગરોની શાળા કોલેજોને 10મી એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ ફરી રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
********
*કંપનીમાં કેન્ટીન રાખવી ફરજિયાત*
100 કર્મચારીઓ કરતા વધારે કર્મચારીઓ હોય તેવી કંપનીઓને કેન્ટીન રાખવી જરૂરી બનશે કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા હેઠળ દેશમાં કંપનિઓમાં કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી કરવા અને સરકારી યોજનાઓને મજબૂતીથી લાગુ કરવા માટે વેલફેયર ઓફિસરોની નિમણૂંક કરવાનો નિયમ નક્કી કરી દેવામાં આવ્યો છે. સરકાર આ નવા નિયમોથી દેશમાં 1 એપ્રિલથી લાગુ કરવાની તૈયારીમાં છે.
*******
*FACEBOOK યુઝર્સ માટે બદલાઈ રહ્યા છે નિયમો*
જો તમે પણ સ્માર્ટફોન પર ફેસબુક ચલાવતા હોવ તો આપના માટે આ જરૂરી સૂચના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક નવો નિર્ણય કર્યો છે. ફેસબુકે મોબાઈલ ડિવાઈસ પર લોગ ઈન કરવા માટે ટૂ ફૈક્ટર ઓથેંટિકેશન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જે હવેથી કોઈ પણ સ્માર્ટ ફોન પર યુઝર્સ પોતાના ફોનમાં ફેસબુક ચલાવશે, તો તેને બે ઓથેંન્ટિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ફેસબુકે આ નિર્ણય સિક્યુરિટીને ધ્યાને રાખતા લીધો છે
*****
*અમદાવાદ સ્વામિનારાયણ કુમકુમ મંદિરે રદ કર્યો*
સ્વામિનારાયણ કુમકુમ મંદિરે મહત્વપૂર્ણ નિર્ણય કોરોનાનું સંક્રમણ નાથવા લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી પાછલા 200 વર્ષની ફૂલડોલ ઉત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ રાખવામાં આવી છે. વધુ માણસો ભેગા ન થાય, કોરોનાનું સંક્રમણ લોકોમાં ન ફેલાય તે માટે મંદિર દ્વારા હોળી,ધૂળેટીના પર્વમાં થતી ફૂલડોલ ઉત્સવની ઉજવણી રદ કરાઈ છે.
******
*બાળકીને એવો મારી મારયો કે 4 હાડકા તુટી ગયા*
ગુરુગ્રામ સેક્ટર -56 માં અલકનંદા એપાર્ટમેન્ટમાં કેરટેકરને માર મારવાને કારણે ગંભીર રીતે ઘવાયેલી 13 મહિનાની બાળકીની હાલત ગંભીર છે. ડોકટરોએ તેને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખ્યો હતો. પિતાના કહેવા મુજબ, ડોકટરોએ તેમને બાળકીની આંતરિક ઈજા હોવાનું જણાવ્યું છે. આ સાથે, ડૉક્ટર સતત તેના સ્વાસ્થ્ય પર નજર રાખે છે. બીજી તરફ પોલીસે યુવતીના માતા-પિતા સામે સગીર તરીકે નોકરી કરવા બદલ બાળ મજૂરીનો કેસ પણ નોંધ્યો છે.
*આખો મામલો*
મૂળ પટિયાલા પંજાબના રહેવાસી નિખિલ ભાટિયાએ પોલીસને જણાવ્યું હતું કે તે સેક્ટર 56 માં અલકનંદા એપાર્ટમેન્ટમાં રહે છે. બે વર્ષ પહેલા સબિના નામની મહિલાને ઘરે રસોઇ બનાવવા માટે રાખવામાં આવી હતી. 15 વર્ષીય સગીર બાળકીને બાળકની દેખરેખ માટે સબિના મારફત દર મહિને 9 હજાર રૂપિયાના પગાર પર નિયુક્તિ કરવામાં આવી હતી. નિખિલના જણાવ્યા અનુસાર તે પત્ની જસમીત ભાટિયા સાથે ઘરેલુ ચીજવસ્તુ ખરીદવા બજાર ગયો હતો. તે સમયે તેની 13 મહિનાની બાળકી જીયાના ભાટિયા સૂઈ રહી હતી રસ્તામાં જ તેણે આરોપીને બાળકીની સારી સંભાળ રાખવાનું કહ્યું.જ્યારે તે પાછો ગયો ત્યારે તેણે જોયું કે તેની બાળકી મોટેથી રડતી હતી. લાંબા સમય પછી, જ્યારે તેણી શાંત ન થઈ, ત્યારે દંપતી તેને સ્થાનિક ડબ્લ્યુ વેઇટિંગ હોસ્પિટલમાં લઈ ગયો. પ્રાથમિક તપાસ બાદ યુવતીની હાલત ગંભીર જણાતા તબીબોએ તેને આર્ટેમિસ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. તબીબોએ ત્યાં યુવતીની તપાસ કરી, અને જાણવા મળ્યું કે 4 હાડકા તુટી ગયા છે. તે જ સમયે, યકૃત, કિડની અને સ્વાદુપિંડમાં પણ ગંભીર ઇજાઓ નોંધાઈ
*🙏🙏thaend🙏🙏*