રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.

રાજપીપળા,તા. 13
રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ રસ્તો સારો બનશે તો પ્રજાની સુખાકારીમાં વધારો થશે અને લોકો નિર્ધારિત સમયમાં પોતાના સ્થળે સમયસર પહોચી શકશે.તેથી આ રસ્તો મજબૂતાઈ થી અને લાંબો સમય સુધી સારો રહે તેવો બનવવા માટે એજન્સી તથા ઈજનેરોને અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યએ પણ રસ્તો સારો બને અને કામની ગુણવત્તા જળવાઈ તે મુજબની વાત કરી. આ માટે અમે સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે મારી સાથે ધારાસભ્ય મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ વસાવા, ગાલીબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જગદીશભાઈ વસાવા, બીટીપી જિલ્લા પંચાયત સભ્ય ચૈતરભાઈ વસાવા, સોલિયા ગ્રામ પંચાયતના સરપંચ ચૈતરભાઈ વસાવા, કાર્યપાલક ઈજનેર પટેલ સાહેબ તથા તેમનો સ્ટાફ તથા કોરાના મહામારીના કારણે માર્યાદિત સંખ્યામાં આસપાસના દુકાનદારો ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા