કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી
અમદાવાદ: ભારત રત્ન અને ભારતના બંધારણના શિલ્પી વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૦ મી જન્મ જયંતી ૧૪ એપ્રિલના રોજ આવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ 14મી એપ્રિલ ની જન્મ જયંતી ની ઉજવણી દરેક ધર્મ જાતિના લોકો ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે ખાસ કરીને સમસ્ત ભારતના લોકો ૧૪મી એપ્રિલના દિવસને બંધારણીય વડા ને નમન કરવાની સાથે દિવાળીના ઉત્સવ ની માફક ઉજવતા હોય છે.
૧૪મી એપ્રિલના રોજ ખૂબ જ વિશાળ સંખ્યામાં જ્યાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી હોય છે ત્યાં નગરયાત્રા ઓ ના આયોજન થકી વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેતી હોય છે અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ને પુષ્પમાળા પહેરાવવી ને વંદન કરતા હોય છે.
અમદાવાદ પશ્ચિમ ના સાંસદ અને અનુસૂચિત જાતિ/ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન ડોક્ટર શ્રી કિરીટભાઈ સોલંકી એ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના ના વિકરાળ સ્વરૂપ મા અટવાઈ ગયું છે ત્યારે ભારત સહિતના અનેક દેશોએ ઉત્સવો, મહાઉત્સવ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેવા સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી પણ અન્ય તહેવારો, ઉત્સવો, અનેકવિધ મહાપુરુષોના જન્મ/ બલિદાન દિવસ જે રીતે છેલ્લા એક વર્ષથી ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવામાં આવેલ છે તે જ પ્રમાણે ૧૪મી એપ્રિલના રોજ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી દરેક વ્યક્તિએ પોતાના ઘરે રહીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના તૈલચિત્ર સમક્ષ દીવો કે મીણબત્તી પ્રગટાવીને પુષ્પમાળા પહેરાવી તેમજ બંધારણ નું વાંચન કરીને બંધારણ ના અધિકારોથી વાકેફ થઇ ને ઉજવે તે પ્રવર્તમાન સમયની જરૂરિયાત છે કોરોના ને સહેલાઇથી ન લેવો જોઈએ ડો બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતી ની સાચી ઉજવણી કોરોના ની ગાઇડ લાઇનના પાલન કરીને ઉજવણી કરવી તે પ્રત્યેક નાગરિકની ફરજ છે ડોક્ટર બાબા સાહેબ હંમેશા કહેતા હતા કે પહેલા દેશ પછી વ્યક્તિ આવો આપણે એમના સંદેશને માન આપીને આપણે સૌ આપણા ઘરમાં રહીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરીએ.