નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા રસ્તો તેમજ નાળા બનાવવાની સ્કીમમાં તકલાદી કામકાજ થયા હોવાની ફરિયાદો ઉઠી

નીતિનિયમો ને અભરાઈએ ચઢાવીને કોન્ટ્રાકટર કામકાજ કરી ગયા હોવાની લોક બૂમ

હલ્કી ગુણવત્તા નો મટિરિયલ વાપર્યો હોવાનો ગ્રામજનોનો આરોપ

તપાસની ગ્રામજનોએ કરી માંગ

રાજપીપળા, તા 17

નર્મદાનાદેડીયાપાડા તાલુકામાં રસ્તોઓને લઈ અનેક સમસ્યાઓ મુશ્કેલીઓ ગ્રામજનોને પડી રહી હતી, ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલીઓને દુર કરવા ગ્રામજનોની માગને ધ્યાને લઈને તા.૨૪/૧૦/૨૦૨૦ ના રોજ આ રસ્તાઓનુ દેડિયાપાડા તાલુકાના જુદા જુદા ગામોને જોડતા જિલ્લા પંચાયતના રસ્તાઓનું વિધીવત ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું જેમાં, મોટા મંડાળા થી ગારદા – ભુતબેડા રોડ 7.80કિ.મી. 156.00 લાખનાખર્ચે ખાત મુહૂર્ત કરાયુ હતું.
જણાવેલ રસ્તાઓની કામગીરી કરનારા એજન્સીઓ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ને કામો સમય મર્યાદામા પુરા કરવામાં આવે અને રસ્તા, સ્લેબ ડ્રેઇન, નાળાના કામોમાં ગુણવત્તા જાળવવામાં આવે એવી ગામ ના લોકો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.પરંતુ આ રસ્તો બનાવવાની
સ્કીમમાં તકલાદી કામકાજ થયા હોવાની ફરિયાદો ઉઠી છે તેમજ કોન્ટ્રાકટર દ્વારા રસ્તા તેમજ નાળા ના કામમા જે મટિરિયલ વપરાતો તે હલ્કી ગુણવત્તા નો મટિરિયલ વાપર્યો હોવાનો ગ્રામજનો એ આરોપ લગાવ્યો છે. તેમજ રસ્તો બન્યા પછી સાઈટ બોર્ડર નું પુરાણ કામ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડી રહી છે, અને નાળા પર પણ પિલ્લર બનવવામાં આવ્યા હતા જેમાં હલકી ગુણવત્તા વાળું મટરીયલ વાપરતા તેમજ સળિયા ન વાપરતા એકજ દિવસ માં ગાયબ થઈ જવા પામ્યા છે.

આ રસ્તો તેમજ નાળા તકલાદી મટિરિયલ વાપરીને બનાવવામા આવેલ છે જે બાબત ને ગ્રામજનોએખુબજ ગંભીર બાબત ગણાવી હતીં અને જણાવ્યું હતું કે ચોમાસા મા પાણી આવતા આ રસતાઓ તુટી જશે સરકાર ના નાણાં નો વેડફાટ થસે , કોન્ટ્રાકટરો ઉપર અધિકારીઓ કોઈ પ્રકાર ની દેખરેખ રાખતાં નથી જેથી ભ્રષ્ટાચાર ને વેગ મળે છે, રસ્તા તેમજ નાળા ના કામ મા યોગ્ય રીતે કામ થયું ન હોવાનું જણાવી ગ્રામજનોએ.સમગ્ર પ્રકરણ ની ન્યાયી તપાસ ની માંગ કરી છે.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા