દેડીયાપાડા બલ ગામના જીઈબી સબસ્ટેશન પાસેના ઢાળ ઉપર મોટરસાયકલને પોલીસની મોબાઈલ વન સાથે અકસ્માત નડતા ચારને ઈજા.

રાજપીપળા, તા.12
દેડીયાપાડા બલ ગામના જી.ઈ.બી સબસ્ટેશન પાસેથી ઢાળ ઉપર મોજદા તરફથી ડેડીયાપાડા તરફ જવાના રસ્તા પર મોટરસાયકલને પોલીસની મોબાઇલમાં સાથે અકસ્માત નડતા ચારને ઇજા થવા પામી હતી જેની ફરિયાદ ફરિયાદી ધર્મેન્દ્રભાઈ રામસિંગભાઈ વસાવા (રહે,પીપલા કકલા નીચલુ ફળિયું )એ આરોપી હીરો સ્પેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે 22 એફ 7720 ના ચલાક ધર્મેન્દ્રભાઈ ગુરુજીભાઈ વસાવા (રહે, નાની સીંગલોટી) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગતો મુજબ બલ ગામના જીઈબી સબ સ્ટેશન પાસેના ઝાડ ઉપર મુદ્દા તરફ થી ડેડીયાપાડા તરફ જવાના રસ્તા પર આરોપી ધર્મેન્દ્રભાઈ ગુરુજી ભાઈ વસાવા એ પોતાની હીરો સ્પેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે 22 એf 77 20ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા ફરિયાદી ધર્મેન્દ્રભાઈ રામસિંગભાઈ વસાવા ની પોલીસ મથકની મોબાઈલ વન નંબર જીજે 22 જીએ 0184 ની સાથે ડ્રાઈવર સાઈડ અકસ્માત કરે આરોપીને પોતે પોતાના શરીરે નાક ઉપર તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડી તથા મોટર સાયકલની પાછળ બેસેલ ત્રણ સાંસદોને શરીરે ઈજાઓ પહોંચાડી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા