રાજકોટના ઝોન -2 ડીસીપી અને અગાઉ નર્મદા ડીવાયએસપી રહી ચૂકેલા મનોહરસિંહ જાડેજા 31 મી સુધી કેવડિયામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં.
ખાસ ફરજ માટે રવાના : અગાઉ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત વખતે નોંધનીય ફરજ બજાવી હતી.
રાજપીપળા, તા.29
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 મી ઓકટોબરના રોજ કેવડિયા કોલોની ખાતે વિવિધ કાર્યક્રમોના ઉદઘાટન માટે પધારી રહ્યા હોય રાજ્યભરની પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટ શહેરના ઝોન -2 ડીસીપી મનોહરસિંહ જાડેજાને વડાપ્રધાનના બંદોબસ્ત માટે ખાસ ફરજ સોંપવામાં આવી છે
ડીસીપી જાડેજા આજથી 31મી તારીખ સુધી કેવડિયા કોલોની ખાતે ફરજ બજાવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત માટે તેઓ કેવડીયા જવા રવાના થયા છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જાડેજાને અમેરિકાના પ્રેસિડેન્ટ કંપની અમદાવાદ મુલાકાત સમયે વહેલી આંતરરાષ્ટ્રીય કક્ષાના સજ્જડ બંદોબસ્ત માટે એસપીજીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા