રાજપીપળા,તા 12
નાંદોદ તાલુકાના જીતગઢ ગામે કરજણ નદીના પાણીમાં ડૂબી જતા આધેડનું મોત નિપજ્યું હતું. આ અંગે રાજપીપલા પોલીસ મથકે અકસ્માતની ગુનાની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત મુજબ મરનાર દેવેનભાઇ નાગજીભાઈ વસાવા (રહે, જીતગઢ,નિશાળ ફળિયુ ઉં. વ.55) પોતાના ગામ જીતગઢ નિશાળ ફળિયું ખાતેથી નાના રાયપુરા ખાતે પોતાના સંબંધીને ત્યાં મરણ પ્રસંગમાં ગયા હતા.તેઓ કરજણ ડેમના નીચે નદી પસાર કરીને ચાલતા ગયા હતા.અને ત્યાંથી પરત આવવા નીકળેલા ત્યારે રાત્રિ દરમિયાન પર આવેલ નહીં અને તા.10 /3 /21ના રોજ કરજણ નદીમાં નદી પસાર કરવા જતા હતા. તે વખતે ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું.આ અંગેની જાણ ચંપકભાઈ દેવેનભાઇ વસાવા (રહે, જીતગઢ )એ રાજપીપળા પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા