જસદણમાં સરકારી કોટાના સસ્તા અનાજના ઘઉ ઓછા ભાવે ખરીદ કરી પલટી મારી બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા 3 લોકોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસઓજી શાખા.

રાજકોટ: જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સરકારી કોટાના સસ્તા અનાજના ઘઉ ગ્રાહકો પાસેથી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી કોથળામાંથી અન્ય કોથળામાં ભરી અને બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા 3 લોકોને સરકારી કોટાના ઘઉ ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

SOG પીઆઇ એ.આર.ગોહીલ નાઓના માર્ગદર્શન મુજબ SOG બ્રાંચના પો.હેડ.કોન્સ. હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા 3 લોકોને સરકારી કોટાના ઘઉના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે માં કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. જેમાં કબ્જે કરેલ મુદ્દામાલમાં –
(૧) સરકારી કોટા ના ઘઉ કિલો-૬૫૦ કિ.રૂ.૭,૮૦૦/- (૨) એક છકડો રીક્ષા કિ.રૂ.૩૦,૦૦૦/- (૩) સરકારી ખાલી બારદાન નંગ-૪૬ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૩૭,૮૦૦/- કબજે લીધેલ છે.