પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેવડીયા માં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સ ને સંબોધન કરવા ગુજરાત ની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રી કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી ,મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલે તેમનું સ્વાગત અભિવાદન કરી આવકાર્યા હતા.