બિહારનું કૌભાંડ: ૬૫ વર્ષીય મહિલાએ ૮ બાળકીઓને જન્મ આપ્યો*

*નવી દિલ્હી: બિહારનો સંબંધ ગોટાળાઓ કે કૌભાંડ સાથે જુનો છે. અહીં ફરી એક વખત સરકારી યોજનામાં કૌભાંડ થવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડના ચક્કરમાં લોકો પ્રકૃતિના નિયમો પણ ભુલી ગયા છે. એક 65 વર્ષીય મહિલાએ પાછલા 14 મહિનામાં 8 બાળકોને જન્મ આપ્યો છે. મેડિકલ સાયન્સમાં આ અસંભવ છે પરંતુ નેશનલ હેલ્થ મિશને તેને સંભવ કરી બતાવ્યું છે.પણ કાગળ પર જેથી બાળકોના જન્મ લીધા બાદ આપવામાં આવતી પ્રોત્સાહન રકમ ચાઉ કરી જવા મળી શકે વચેટીયાઓનું કૌભાંડ એક ખબર અનુસાર આ મામલો બિહારના મુઝફ્ફરપુર મુશહરી જિલ્લાનો છે.