બિહારમાં વીજળી પડતા 83 લોકોના મોત.

બિહારના અનેક જિલ્લાઓમાં આભમાંથી મોતનો વરસાદ થયો હોય એમ ઠેર ઠેર વીજળી પડવાને કારણે ખેતરોમાં કામ કરી રહેલા 83 મજૂરોના મોત થયા છે અને સંખ્યાબંધ મજૂરો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ખોફ ફેલાયો છે અને કુદરતના કહેર સામે લાચાર બની ગયા છે.

બિહારમાં તેજ વરસાદ અને હવાની સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા છે. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે. ઉત્તર બિહાર સહિત અને જિલ્લામાં અત્યારે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ ગુરૂવાર અને શુક્રવારનાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતુ.હવામાન વિભાગ અનુસાર ગુરૂવાર રો અરરિયા અને કિશનગંજ જિલ્લાને રેડ ઝોનમાં અને પૂર્વ ચંપારણ, પશ્ચિમી ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાને ઑરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આજે ભારે વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી ગોપાલગંજમાં 13, પૂર્વ ચંપારણમાં 5, સિવાનમાં 6, દરભંગા અને બાંકામાં 5-5 લોકોનાં મોત થયા છે.

મૃતકોમાંથી મોટાભાગનાં ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ છે. ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ આકાશમાંથી વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે. દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોનાં મોત થયા છે અને અડધો ડઝન લોકોને ઇજા થઈ છે. હવામાન વિભાગે 26 જૂન સુધી બિહારનાં 18 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જો કે આ જે પણ બિહારમાં વરસાદની આગાહી હતી અને છેલ્લા કેટલાક સમયથી બિહારમાં વરસાદી વાતાવરણ જામેલુ જ છે. આવા સંજોગોમાં વીજળી પડવાથી મોતને ભેટેલા લોકોને કારણે અનેક પરિવારો નોધારા બની ગયા છે.