ફોરેસ્ટ સ્ટાફે પોતાનો જીવ જોખમમાં મૂકી જાળમાં ફસાઈ ગયેલા સિંહના બચ્ચાને છોડાવ્યું

ગુજરાતના રાજુલામાં એક સિંહનું બચ્ચું રહેણાંક વિસ્તારમાં માછળી પકડવાની જાળમાં ફસાઈ ગયુ હતુ. ત્યારબાદ ગર્જના કરતાં નજીકના ફોરેસ્ટ ગાર્ડ તેની મદદ માટે આવી તેને જાળમાંથી છોડાવ્યું હતું તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. IFS ઓફિસરે શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ફોરેસ્ટ સ્ટાફ સહિત ગામના લોકો પોતાના જીવના જોખમે સિંહનાં બચ્ચાંને જાળમાંથી છોડાવવા મથી રહ્યાં છે.