ડેડીયાપાડા ના ધારાસભ્યએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો
“તૌકતે” વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વે
કરાવીનર્મદામા સહાય ચુકવવાની કરી માંગ
કેન્દ્ર સરકારે ગુજરાતને ૧૦૦૦ કરોડ રાહત પેકેજની જાહેરાત કરીછતાં નર્મદાને કોઈ સહાય પેકેજ મળ્યું નથી!
રાજપીપલા, તા.22
કોરોના મહામારીમાં “તૌકતે” વાવાઝોડા એ
સમગ્ર રાજયમાં કહેર વર્તાવ્યો છે. આ વાવાઝોડા થી રાજય સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી
વિસ્તારોમાં પણ વ્યાપક નુકશાન થયેલ છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ “પડતા ઉપર પાટુ જેવી સર્જાય છે. ખેડુતો
એ મહામહેનતે તૈયાર કરેલા પાકોને કુદરતી વાવાઝોડા એ જમીન ધોખ કરતા ખેડુતોને મોટું નુકશાન થતા
રડવાનો વારો આવ્યો છે. બિયારણ, ખાતર, દવા, ખેતઓજરો ડિઝલના ભાવ વધતા જાય છે. બીજી તરફ ખેડુતોનેખેત-પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી લાખો રૂપીયાના ખર્ચા કરી મગ, શેરડી, મકાઈ, મગફળી અને
શાકભાજી જેવા ખેતીપાકો તથા આંબા, કેળ, તરબુચ, નાળીયેરી, પપૈયા જેવા બાગાયતી પાકો, સંગ્રહેલ અનાજ,
ઘાસચારાને આ વાવાઝોડામાં ભારે નુકશાન થયેલ છે. કેન્દ્ર સરકારે ૧૦૦૦ કરોડ રાહત પેકેજની જાહેરાત કરી.
હોવા છતા પણ આજ દિન સુધી ખેતીવાડી વિભાગનાઅધિકારીઓ કે બાગાયત વિભાગના અધિકારીઓ ખેડુતો
સુધી પહોચ્યા નથી જે ગંભીર બાબત છે. જેથી કાચા-પાકા મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોને થયેલ
વ્યાપક નુકશાનીનું સર્વે તાલુકા પંચાયતના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બાગાયતીવિભાગના અધિકારીઓ મારફતે કરાવી સત્વરે સહાય ચુક્વવામાં આવે એવી માંગ કરી છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા