દેશમાં સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશ, 10 રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી
દેશમાં આકાર લઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનથી મધ્ય પ્રદેશ સુધીમાં આકાર પામેલ સાયક્લોનિક સરક્યુલેશનથી દેશના 10 રાજ્યોમાં વાતાવરણ પલટા સાથે કમોસમી વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કામિર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, તામિલનાડુમાં કમોસમી વરસાદ વરસી શકે છે.