નર્મદાના દેડીયાપાડા ખાતેના કણજી ગામ પાસેથી કુલ કિ.રૂ. ૪૬,000/-ના પ્રોહિબીશન મુદ્દામાલ ઝડપાયો
રાજપીપળા, તા 15
નર્મદાના દેડીયાપાડા ખાતેના કણજી ગામ પાસેથી કુલ કિ.રૂ. ૪૬,000/-ના પ્રોહિબીશન મુદ્દામાલએલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે.
નર્મદાજીલ્લામાંથી આગામી સમયમાં યોજાનારજીલ્લા તાલુકા પંચાયત ચૂંટણી અનુસંધાને
દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકારક
કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને
સુચનાનાં પગલે
શ એ.એમ.પટેલ,
એલ.સી.બી. પીઆઇ દ્વારાએલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને
જીલ્લામાં દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર
પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખાવા
જણાવતા અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ
તથા વિજયભાઇ ગુલાબસિંગ તથા અ.હે.કો. પ્રકાશભાઇ રતિલાલ તથા પો.કો. રાકેશભાઇ ચંપકભાઇ દેડીયાપાડા તાલુકાના કણજી ગામની સીમમાં
પ્રોહિબીશનની નાકાબંધીમા હાજર હતા તે દરમ્યાન, એક લાલ કલરની કાળા પટ્ટાવાળી પેશન પ્રો મો.સા.
GJ-22-D-7258 વડફલી મહારાષ્ટ્ર તરફથી ઝરવાણી તરફ જતી હોય તેને ઉભી રાખવાનો હાથથી ઇશારો
કરતા સદર મો.સા.ના ચાલક દુરથી નાકાબંધી જોઇ લેતા મો.સા. મુકી જંગલ-ઝાડીમાં અંધારાનો લાભ લઇ
નાસી ગયેલ મો.સા.ની બાજુમાં બે કંતાનના કોથળા તેમજ એક વિમલના થેલો મળી આવેલ .તેની
ઝડતી કરતા ઇગ્લીશ દારૂના પ્લા.ના ક્વાટરીયા નંગ-૨૩૬ કિ.રૂ. ૨૩,૬૦૦/- તથા બીયર ટીન નંગ-૨૪
કિ.રૂ.૨૪૦૦/- તથા મોબાઇલ ફોન- ૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ. ૧૫૦૦૦/- મળી કુલ્લે
કિ.રૂ.૪૬,000/- ના મુદ્દામાલ સાથે અજાણ્યા પેસન-પ્રો મો.સા. ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા