સાંસદ મનસુખ વસાવાએ ખોલ્યા રાઝ

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધા ના ખસ્તા હાલ

કોવીડ–૧૯ તથા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કર્મચારીઓ ના પગારના ફાંફા

રાજપીપલા એન્જીનીયરીંગ કોલેજ આપવાનું વચન પોકળ

સરકારી કન્યા છાત્રાલય (કોલેજ હોસ્ટેલ) 3 વર્ષથી ખાત મુહત છતાં હોસ્ટેલના ઠેકાણા નથી

નર્મદામા કેવો અને કેટલો વિકાસ થયો છે તેનાથી જનતા અજાણ?

સાંસદ મનસુખ વસાવાએ ખોલ્યા રાઝ

સંકલનમિટીંગમાં સાંસદે કલેકટર સમક્ષ રજુઆત કરી લેખિત આવેદન આપી માહિતી મઁગાવતા દોડતું થયેલું તંત્ર

રાજપીપલા, તા20

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધા ના ખસ્તા હાલ છે.તો કોવીડ–૧૯ તથા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કર્મચારીઓને કોરોનામા લાંબા સમયથી પગારના ફાંફા પડી રહ્યા છે.તો રાજપીપલા એન્જીનીયરીંગ કોલેજ આપવાનું વચન પોકળ પુરવાર થયું છે. અને સરકારી કન્યા છાત્રાલય (કોલેજ હોસ્ટેલ) 3 વર્ષથી ખાત મુહત છતાં હોસ્ટેલ બનાવવાના કોઈ ઠેકાણા નથી.આ બધા સવાલો સાંસદ મનસુખવસાવાએ સંકલન મિટીંગમાં ઉઠાવ્યા છે. અને કલેકટરને લેખિત રજુઆત કરી તમામ સવાલોના જવાબ માંગ્યા છે.અને નર્મદા જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન
મિટીંગમાં મહત્વના પ્રશ્નોની રજુઆત કરી છે.

જેમાં જણાવ્યું છે કે રાજપીપલા સિવિલ હોસ્પિટલ કામચલાઉ ધોરણે કોવિડમાં ખસેડવાના છે, પરંતુ હાલ સિવિલ હોસ્પિટલ
જયાં છે, ત્યાં પણ પ્રાથમિક સારવાર માટે ડોકટરોની એક ટીમ ચાલુ રાખવી જેનાથી રાજપીપલા શહેરના
ગરીબ પરીવારો તથા આજુબાજુના ગામડાઓના દર્દીઓને દુર જવું ના પડે, રિક્ષાનું ભાડુ ખર્ચ કરવું નહી
પડે.

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજ ચાલુ છે, તેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અનેક પ્રકારની પારવાર
મુશ્કેલીઓ પડી રહી છે, સરકારી નર્સિંગ કોલેજ હોસ્ટેલની સુવિધા નવાવાઘપુરા ખાનગી નર્સિંગ કોલેજમાં
પૂરી પાડવામાં આવે છે. અહિયા હેડ નર્સ ખાનગી નર્સિગ કોલજનો વહીવટ પણ તેઓ જાતે કરે છે અને
નવાવાઘપુરાની નર્સિગ કોલેજમાં જે પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ સ્ટાફ સહિતની તે ત્યાં નથી, બન્નેજગ્યાઓનો વહીવટ એક જ વ્યકિત કરે છે. જે પૂર્ણ ન્યાય આપી શકે નહી.

કોવીડ–૧૯ તથા સિવિલ હોસ્પિટલમાં લેબ ટેકનીશ્યન સ્ટાફ છેલ્લા ૧૫ મહીનાથી સેવા આપે છે,
અત્યાર સુધીમાં ફકત બે મહિનાનો જ પગાર આપવામાં આવ્યો છે, જયારે પગારની માંગણી સ્ટાફ કરે
છે, તો તેઓને છુટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે.
સફાઈ કામદારો સાથે પણ આજ પ્રકારનું
વર્તન કરવામાં આવ્યું હતું, તેવી મારી સમક્ષ રજુઆત આવી છે, તો સાચુ શુ છે, તે માહીતી આપશો.

નર્મદા જિલ્લામાં એન્જીનીયરીંગ કોલેજ છેલ્લા ૧૦ વર્ષથી ભરૂચમાં ચાલે છે, નર્મદા જિલ્લા વહીવટી તંત્રને
વારંવાર રજુઆત આ બાબતે કરવામાં આવી છે. પરંતુ કોઈ નિર્ણય આવ્યો નથી, તો કયાર સુધીમાં કોલેજનું
બાંધકામ ચાલુ થશે, આ ઉપરાંત સરકારી કન્યા છાત્રાલય (કોલેજ હોસ્ટેલ) ખાત મુહત થયાને ૦૩ વર્ષ
પૂર્ણ થયા છે, તો આ કોલેજ હોસ્ટેલ કન્યાનું બિલ્ડીંગ કયારે પૂર્ણ થશે?

ઉકાઈ જળાશય આધારીત શુધ્ધ પીવાના પાણીનો પ્રોજેકટ હેઠળ સાગબારા-ડેડીયાપાડા તાલુકાના બધા જ
ગામોને ઘર-ઘર સુધી પાણી મળતું નથી.
કરજણ ડેમ વિશાલ ખાડી પાઈપલાઈન સિંચાઈ પ્રોજેકટથી નાંદોદ તાલુકાના પલસી, બીતાડા, મોટી ભમરી
જેવા ગામોને સિંચાઈનું પાણી મળતું નથી, તો કયાર સુધીમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે?
પીછીપુરા ગામ તાલુકો ગરૂડેશ્વર સર્વે નંબર ૫૫ પૈકીવાળી જમીનોમાં રજીસ્ટર દસ્તાવેજ થી વેચાણના
આધારે કાચી નોંધ નંબર ૪૫૭ થી ૪૬૯ વગેરે પ્રમાણીત કરવા સામે મામલતદાર ગરૂડેશ્વરમાં વાંધા
અરજી આપી છે.
સર્વે નંબર ૫૫ વાળી જમીન ૧૦૨ ખેડુતો વર્ષોથી ખેડતા આવ્યા છે, કબજો ભોગવટો પણ કરે છે, વિનોબા
ભાવેના ભુમીદાન લેખ વનખાતાની પાવતી વગેરે આધાર પુરાવા છે, છતા આ જમીન કઈ રીતે આદિવાસી
ખેડુતોને અંધારામાં રાખી વેચાણ કરી છે ?

આ બધા લેખિત સવાલો મૂકી આ દિશામાં શું કામોઅને કેવા થઈ રહ્યા છે તેની માહિતી મન્ગાવી છે
સવાલ એ થાય છે સાંસદ મનસુખભાઇ જયારે ઉઠાવે છે ત્યારે જ પ્રશ્નોને ઉકેલવાની કળ કેમ વળે છે? લાંબા સમયથી વણ ઉકલ્યા પ્રશ્નો ઉકેલવામા તંત્ર ઉણું ઉતર્યું હોય એમ લાગે છે. કરોડોનું આંધણ છતાં નર્મદાનો વિકાસ હજી અધૂરો છે એ એક જાગૃત સાંસદના સણસણતા સવાલોએ સાબિત કર્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા