સાગબારા તાલુકાના કુંભી કોતરના નાળાથી 200 મીટર દૂર જંગલમાં સગીર કન્યાએ ખાખર (કેસુડા)ના ઝાડ ની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર.
રાજપીપળા,તા. 22
સાગબારા તાલુકાના કુંભી કોતરના નાળાથી 200 મીટર દૂર જંગલમાં સગીર કન્યાએ ખાખર (કેસુડા)ના ઝાડ ની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત અનુસાર ફરિયાદની વિગત મુજબ આ કામે મરનાર ગીર કન્યાના પ્રેમ સંબંધ બાબતે અગાઉ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો અને તેના માતા-પિતા તેજસ બનીને ભણાવી,ગણાવીને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગતા હતા. પરંતુ તેની તેઓના ગામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો, તેની જાણ તેના ઘરના સભ્યોને થઈ જતાં સમાજમાં તેની આબરૂ જશે એવા તે તેને લાગી આવ્યું હતું.અને તેથી તેની જાતે સાંજના સમયે કુંભી કોતર પાસે સીમની પાદર ગામની સીમના જંગલોમાં ખાખર( કેસુડો) ના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ બાબતે સાગબારા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા