કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના કલેકટરને આવેદન આપ્યું.
નર્મદા જિલ્લા માં વધતા જતા કોરોના સકમણ ને અટકાવવા સ્વેછિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ ?
રાજપીપલા, તા 14
સમગ્ર નર્મદા જિલ્લા માં વધતા જતા કોરોના સકમણ ને અટકાવવા સ્વેછિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ છે ?એવા સવાલો સાથે આજે કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના કલેકટરને આવેદન આપ્યું હતું
આજ રોજ કેવડિયા કોલોની તથા કેવડિયા ની આજુ બાજુ ના ગામડાં વિસ્તાર માં અને સમગ્ર નર્મદા જિલ્લા માં વધતા જતા કોરોના સકમણ ને અટકાવવા માટે જ્યારે નર્મદા જિલ્લા માં સ્વેછિક લોકડાઉન કરી દેવાં માં આવ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ચાલુ રાખવામાં આવ્યું છે?એવો સવાલ નર્મદા કોંગ્રેસે ઉઠાવ્યો છે. આ અંગે આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કલેકટરઆર ડી ભટ્ટ ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળન્દ. વિરોધ પક્ષના નેતા દક્ષા બેનતડવી એ આવેદન આપી તાત્કાલિક અસરથી કોરોના અટકાવવા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ બંધ કરવાની માંગ કરી હતી.
તેમણે આવેદનમા જણાવ્યું હતું કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કેવડિયા વિસ્તારમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ હોવાથી બહારથી આવતા પ્રવાસીઓ જે દેશના અલગ શહેર વિસ્તારોમાંથી આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક નોકરી ધંધા કરતા વ્યક્તિઓના સંપર્ક મા આવતા હોઈ અને કોઈ પ્રવાસી સંક્રમિત હોય તો કેસો વધવાની શક્યતા છે. ત્યારે તાત્કાલિક ધોરણે પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરાવે તેવી માંગ કરી હતી.
જેમાં અહીંયા કેવડિયાના આજુ બાજુ ના ગામ ના લોકો નોકરી કરે છે. તો વધતા જતાં પ્રવાસન ને લીધે કોરોના સકમણ ફેલાવા ની સંભાવના વધી રહી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે આજે ગરૂડેશ્વર તાલુકા પંચ્યાયત ના વિરોધ પક્ષ ના નેતા દક્ષાબેન તડવી , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ , તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીમાં ભાઈ તડવી તથા તાલુકા પંચાયત ના સદસ્ય ઓ તથા કોંગ્રેસ આગેવાનો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કલેકટર ને સમગ્ર સ્ટેચ્યુ ની સેવા ઓ પ્રવાસન બંધ રાખવા માટે રજૂઆત કરી હતી.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા