સલાયના માછીમારોની થઈ જીત.. દસ્તાવેજ મુદ્દે ચાલતા વિવાદનો આવ્યો અંત…
દેવભુમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે ડોક્યુમેન્ટ મુદ્દે ચાલતા વિવાદ બાબતે મિનિસ્ટર ઓફ ગુજરાત ફીશરીઝ ડિપાર્ટમેન્ટ જવાહર ભાઈ ચાવડા દ્વારા આજે ઊકેલ લાવવામાં આવેલ છે
જાણવા મળતિ વિગત પ્રમાણે આજથી આશરે ૬ થી ૭ દીવસ થયા સલાયા ગામે માછીમારી ઉદ્યોગ સતત બંઘ હતું સલાયા માછી મારો ને લાખો રુપિયા નું નુકશાન પણ થયેલું છે તે બાબતે ગુજરાત મિનિસ્ટર ઓફ ફીશરીઝ ડિપાર્ટમેન્ટ જવાહર ભાઈ ચાવડા દ્વારા ચોક્કસ બાહેંઘરી સલાયા માછીમારી ઉદ્યોગો ને આપવા માં આવેલ છે કે હવે પછી સલાયા માછી મારો ને ખોટીરીતે ડોક્યુમેન્ટ મુદ્દે પોલીસ દ્વારા હેરાન કરવામાં નહી આવે તે બાબતે સલાયા માછીમારો તરફથી મિનિસ્ટર ઓફ ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જવાહરભાઈ ચાવડા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.પી. નો ખુબખુબ આભાર વ્યક્ત કરેલ છે