માંગરોલ એના સ્વતંત્ર સેનાની મહેન્દ્રભાઈ ભટ્ટ જન્મથી જ ખાદી પહેરે છે.એમના પત્નિ પણ ખાદી જ ધારણ કરે છે.અને આજના મોર્ડન યુગમાં એમની પુત્રી પણ ખાદી જ પહેરે છે.
આ દંપતી અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
આ દંપતીએ એશો આરામની જિંદગી છોડી સેવાકીય કાર્ય કરવાનું પસંદ કર્યું.
સરકારે તો હમણાં જ સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરે-ઘરે શૌચાલયો બનાવ્યા પણ મહેન્દ્રભાઈ ભટ્ટને ભારતીબેને 20 વર્ષ પહેલા જ આસપાસના ગામોમાં શૌચાલયો બનાવ્યા હતા.
એમના પરિવારના કોઈપણ સભ્ય સરકાર પાસેથી સ્વતંત્ર સેનાની નું પ્રમાણપત્ર,તામ્રપત્ર કે પેન્શન અત્યાર સુધી લીધું જ નથી.
રાજપીપળા, તા. 22
નર્મદા જિલ્લાના નાનકડા માંગરોળ ગામમાં એક એવું ગાંધીવિચારધારા ધરાવતું ગાંધીવાદી દંપતી છે જેઓ પોતે અને પોતાનો પરિવાર સ્વદેશી વસ્ત્રો અપનાવી ખાદી પહેરે છે.એવા ગાંધીવાદી દંપતી નર્મદા જિલ્લાનું ગૌરવ ગણાય છે.પોતે સ્વાતંત્ર સેનાની હોવા છતાં એમના પરિવારના કોઈપણ સભ્યએ સરકાર પાસેથી સ્વાતંત્ર સેનાનીનું પ્રમાણપત્ર,તામ્રપત્ર કે અત્યાર સુધી લીધું જ નથી.એમના પરિવારે મોટાભાગની જમીન વિનોબા ભાવેને ભૂદાનમાં આપી દીધી.મહેન્દ્રભાઈ ભટ્ટ 7 થી 8 વર્ષ વિનોબા ભાવેના વિચારો એવા ગ્રામદાન અને શાંતિ સેનાની વાતો નો ફેલાવો કરવા ગુજરાતના વિવિધ ગામડાંઓમાં ફર્યા અને લોકોને પ્રેમપૂર્વક સાદુ જીવન જીવવાની પ્રેરણા પણ આપી.
ભારત સરકાર તો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામ ગામ શૌચાલયો બનાવવાનું કામ હમણાં શરૂ કર્યું પણ માંગરોળના મહેન્દ્રભાઈ ભટ્ટને ભારતીબેને પોતાને સંસ્થાના માધ્યમથી આજથી 20 વર્ષ પહેલાં જ આસપાસના ગામોમાં શૌચાલય બનાવી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.ઓર્ગેનીક ખેતીની પ્રેરણા પણ એમના દ્વારા જ લોકોને મળી હતી. નર્મદા જિલ્લામાં જે તે વખતે એમને લોકોને સમજણ આપી પણ સૌથી વધુ ગોબરગેસ પ્લાન્ટ પણ બનાવ્યા છે.
મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેન માં દેશભક્તિ ઠસોઠસ ભરેલી છે.સ્વદેશી વસ્ત્રો અપનાવતા અને વિદેશી વસ્તુઓને તિલાંજલિ આપી. મહેન્દ્રભાઈ જન્મથી જ ખાદી પહેરે છે. એમના પત્નિ પણ ખાદી જ ધારણ કરે છે .પોતાના માતા-પિતા થી પ્રેરણા લઇ આજના મોર્ડન યુગમાં એમની પુત્રી પણ ખાદી પહેરે છે .તેઓ પોતાના કપડા પણ જાતે જ જીવે છે. તેઓ સેવા કાર્યો કરવા માટે વિદેશી ફંડના બિલકુલ સ્વીકારતા નથી. આ દંપતી અન્ય માટે પ્રેરણાસ્રોત જરૂર બન્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા