દહેગામ તાલુકાના 11 ગામોની સિંચાઈની સમસ્યા ઉકેલવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

દહેગામ તાલુકાના 11 ગામોની સિંચાઈની સમસ્યા ઉકેલવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

ગાંઘીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા, ધારીસણા તેમજ હાલીસા સહિતના આજુબાજુના 11 ગામના અગ્રણી અને પંચાયતના સદસ્યો જેમાં ખાસ કરીને હાલીસાના જિલ્લા ભાજપના મહામંત્રી તથા ઉપપ્રમુખ ગાંડાભાઇએ મંગળવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સિંચાઇની સમસ્યા અંગેની રજુઆત કરી હતી. યોગ્ય ચર્ચા-વિચારણા કરીને ઝડપથી સમસ્યાનું સમાધાન થશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આ પ્રસંગે પાટનાકુવાના અગ્રણી વિનુભાઇ પટેલ, રાજુભાઇ પટેલ, બહેચરભાઇ પટેલ સહિત લોકોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી વહેલી તકે નિવારણ લાવવા આગ્રહ કર્યો હતો.