સાંસદ મનસુખ વસાવા નાં રાજીનામા પછી નવો રાજકીય વળાંક

સાંસદ મનસુખ વસાવા નાં રાજીનામા.પછી. નવો રાજકીય
વળાંક

સાંસદ મનસુખ વસાવાએ પોતાના રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા

BJP સાંસદ મનસુખ વસાવા રાજીનામું આપ્યા બાદ ગાયબ, કાર્યકરો ચિંતિંત

મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે તેથી રાજીનામુંઆપ્યુ છે

હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ-સાંસદ

રાજપીપળા: તા 29

સાંસદ મનસુખ વસાવા નાં રાજીનામા પછી નવો રાજકીય વળાંક આવ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને રાજીનામા નાં સમાચાર સોશિયલ મીડિયા મા વાયરલ થતા મનસુખ વસાવાના રાજપીપળા સ્થિત નિવાસસ્થાને એમના સમર્થકો ઉમટી પડ્યા હતા. મનસુખ વસાવા રાજીનામુ આપે એવું કોઈ માનવા તૈયાર નહોતુ. રાજીનામું કેમ આપ્યુ તેની અટકળો વહેતી થઈ હતી. તો બીજી બાજુ રાજુનામું આપ્યા બાદ મનસુખ વસાવાનો કોઈ પત્તો ન મળતા નર્મદા જિલ્લા ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો પણ ચિંતિત બન્યા હતા.તેઓ એકાએક ગાયબ થઈ જતા કાર્યકરો પણ ચિંતિત થયા હતા.

દરમીયાન ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.એમણે મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે એ મારા નજીકના મિત્રો પણ એ જાણે જ છે.મેં મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવા માટે પ્રયાસ કરે જ છે, અને વહેલી તકે હલ પણ થઈ જશે.હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ હું ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ. હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ.આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચુંટણીમાં હું પક્ષના લોકોને માર્ગદર્શન આપતો રહીશ.જો પાર્ટી મારુ રાજુનામું નહિ સ્વીકારે તો મારું રાજુનામું સ્વીકારવા હું પાર્ટીને સમજાવીશ.હું મારી ભાજપની વિચારધારા આજીવન નહિ છોડું.હું લોકસભા સાંસદ પદ પરથી પણ સ્પીકરને રૂબરૂ મળી રાજીનામુ આપી દઈશ, હું રાજીનામું આપવા બાબતે મક્કમ છું.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા