કોરોનામાં સેન્સરની મદદથી અડ્યા વિના નળમાં પાણી ચાલુ બંધ થઈ શકે તેવો ટચ મી નોટ ટેપ નામનો રાજેન્દ્ર વિદ્યાલય, રાજપીપળા નો પ્રોજેક્ટ ઇનોવેશન ફેસ્ટિવલ 20મા પસંદગી પામ્યો.
જેમાં ભારત દેશના વિવિધ રાજ્યોના બાળકોએ લગભગ 2000+ જેટલા પ્રોજેક્ટ્સ આઈડિયા રજૂ કર્યા હતા.
રાજપીપળા, તા.29
કોરોનામાં સેન્સરની મદદથી અડ્યા વિના નળમાં પાણી ચાલુ બંધ થઈ શકે તેવો ટચ મી નોટ ટેપ નામનો રાજેન્દ્ર વિદ્યાલય, રાજપીપળા નો પ્રોજેક્ટ ઇનોવેશન ફેસ્ટિવલ 20મા રજૂ કર્યો હતો.જેમાં ભારત દેશના વિવિધ રાજ્યોના બાળકોએ લગભગ 2000+ જેટલા પ્રોજેક્ટ્સ આઈડિયા રજૂ કર્યા હતા.તેમાં રાજપીપળાનો આ પ્રોજેક્ટ પ્રથમ પસંદ કરાયેલા 200 પ્રોજેક્ટ માં પસંદગી કરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં કાર્યરત સંસ્થા મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કો ઓર્ડીનેટર ભરતભાઈ ડોડીયા અને મંથનના હેડ ડિઝાઇનર તથા આઉટરીચ કો ઓર્ડીનેટર કથન કોઠારી ના સંલગ્ન માર્ગદર્શન થી એમ.આર વિદ્યાલય રાજપીપળાના 2 વિદ્યાર્થીઓ ધ્રુવ પટેલ અને હર્ષ નાઈને તેમના વિજ્ઞાન શિક્ષિકા અમિશાબેન પનવરના જરૂરી સૂચનો અને માર્ગદર્શન દ્વારા ટચ મી નોટ ટેપ પ્રોજેક્ટનું સીઆઈએફ 2020 માં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટનો હેતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા એવા નલનું નિર્માણ કરવાનો હતો કે જેમાં સેન્સર ની મદદ થી અડ્યા વિના પાણી ચાલુ બંધ થઈ શકે અને આ નળ બજારમાં મળતા આવા જ અન્ય નળ કરતા કિંમત માં પણ સસ્તો હોય અને દરેક વર્ગના લોકો તેનો ઉપયોગ કરી શકે તે હતો.જેને શોર્ટલિસ્ટ કરેલા 200 પ્રોજેક્ટમાં સ્થાન પ્રાપ્ત થયું છે.આ શોર્ટલિસ્ટેડ વિદ્યાર્થીઓને જીયુએસઇસી દ્વારા બૂટકેમ્પ્સનો એક્સેસ મળશે, તેમના વિચારોને પ્રદર્શિત કરવાની તક અને તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટે માર્ગદર્શન, ભંડોળ વગેરે જેવી સગવડો પ્રાપ્ત થશે.આ પ્રોજેકટ ને માધ્યમિક શાળા ના શિક્ષક સંઘ તથા જિલ્લા શિક્ષણાધિકારી અને મંથન નર્મદાના સમગ્ર ટીમ પણ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા