*તેજસ વિવાદ-હોસ્ટેસની કાઠિયાવાડી પાઘડી જ નહીં જેકેટ પણ બદલો*

મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ