ફરી lockdown આવે તો નવાઈ ના પામશો

દેશના વડાપ્રધાને 2 મહિના લોકડાઉન કરીને તમામને માસ્ક, સેનેટાઈઝર થી હાથ ધોવા, ડિસ્ટન્સ જાળવવું તે ઘણુજ શાનમાં સમજાવી દીધું છે, ત્યારે લોકડાઉનના કારણે બેરોજગારીની સ્થિતિ નિર્માણ થતાં અને નોકરી, ધંધા ને મોટી અસર થતાં મહદઅંશે ખોલવાની ફરજ પડી છે. ત્યારે કોરોના ગયો નથી, સરકારે લોકડાઉન હટાયું છે પણ કોરોનાએ ફરવાની છૂટ આપી નથી, ત્યારે રોજબરોજ જે રીતે આંકડા વધી રહ્યા છે તે જોતાં હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે, ત્યારે આવનારા દિવસોમાં સરકાર લોકડાઉન ફરી નાંખે તો નવાઈ પામવા જેવુ નથી.

સરકારી કચેરીઓના અધિકારી, કર્મચારી, ડોક્ટરો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે જે આંકડો હતો તેના કરતાં હવે ઈટલીને પણ પાછળ છોડીને ભારત કોરોનાની આ સંક્રમિતમાં આગળ નીકળી રહ્યું છે.