ચીનમાં કોરોનાવાયરસનો કહેર મૃત્યુઆંક 902

ચીનમાં કોરોના વાયરસ ભયંકર રીતે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે આ વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 902 પર પહોંચી ગઈ છે. જ્યારે 40,000 થી વધુ લોકો આ વાયરસથી પીડિત હોવાની અધિકારીક રીતે પુષ્ટિ મળી છે. ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ ઘટનાઓની વચ્ચે એશિયાની સૌથી મોટી મોટી ઉડ્ડયન અને સંરક્ષણ પ્રસંગ ‘સિંગાપોર એર શો’ માંથી અમેરિકન એરોસ્પેસ કંપની લોકહિડ માર્ટિન અને 12 ચીની કંપનીઓ સહિત 70 થી વધુ ભાગ લેતી કંપનીઓએ પોતાનું નામ પરત ખેંચ્યું છે