નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની તિલકવાડા અને નાંદોદની વિવિધ સરકારી કચેરીઓની સરપ્રાઇઝ વિઝિટ લેતા અધિકારીઓમા ફફડાટ.

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ :

છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની પોતાના મત વિસ્તારના બે તાલુકાઓ તિલકવાડા અને નાંદોદ ની વિવિધ સરકારી કચેરીઓની સરપ્રાઇઝ વિઝિટ લેતા અધિકારીઓ મા ફફડાટ

રાજપીપલા પ્રયોજના વહીવટ દાર કચેરીએ ઓચિંતા પહોચી જતા પ્રયોજના વહીવટ દાર ગેરહાજર જણાતા સાંસદ વીફર્યા

લોકોના કામો થતા ન હોવાની લોક ફરિયાદો મને મળીહતી -સાંસદ ગીતાબેન

તાલુકા પંચાયત , મામલતદાર કચેરી અને પ્રયોજના વહીવટદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ થી ફફડાટ

રાજપીપલા , તા 28

છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની પોતાના મત વિસ્તારમા આવેલ બે તાલુકાઓ તિલકવાડા અને નાંદોદ ની વિવિધ સરકારી કચેરીઓની આજે અચાનક સરપ્રાઇઝ વિઝિટ લેતા અધિકારીઓ મા ફફડાટ ફેલાયો હતો .જેમા ગીતાબેને તાલુકા પંચાયત , મામલતદાર કચેરી અને પ્રયોજના વહીવટદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટકરી હતી .જેમા રાજપીપલા લાલ ટાવર પાસે આવેલી પ્રયોજના વહીવટદાર કચેરીપર સીધા પહોચી ગયા હતા અને પ્રયોજના વહીવટદાર અધિકારી ક્યા છે એમ પૂછતા અધિકારી સ્થળપર ન જણાતા કર્મચારીઓ ને પરસેવો છૂટી ગયો હતો .પ્રયોજના વહીવટદાર ગેર હાજર જણાતા ગીતાબેન ગુસ્સે ભરાયા હતા અને ફરજ પર બેદરકાર અધિકારીઓ કર્મચારીઓ નોન ઉધડો લેતા અધિકારીઓ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા
આ અંગે ગીતાબેને જણાવ્યુ હતુ કે આ મારો મત વિસ્તાર છે મારા મત વિસ્તારમા સરકારી કચેરીઓ મા પ્રજાના કામો થતા ન હોવાની લોક ફરિયાદો મને મળીહતી .તે
છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતો અને સ્થાનિક લોકોની અનેક ફરિયાદો મલી હતી.જેમા આ વિસ્તારના આદિવાસી ઓ અને સ્થાનિક લોકોને સરકારની યોજનાઓ નો લાભ મળતો ન હોવાનીફરિયાદો મલી હતી જેથી આજે મે ઓચિંતી મુલાકાત લીધી હતી જેમા કર્મચારીઓ ની ફરજનિષ્ઠા પ્રત્યે બેદરકારી જોવા મળીહતી .જે કોઈ પણ સંજોગો મા ચલાવી લેવાશે નહી .જેમા રાજપીપલા ની કચેરીઓ મા જન સેવા કેન્દ્રો મા દાખલા લેવા બાબતે તેમજ પ્રયોજના વહીવટદાર ની કચેરીઓમા અપાતી તલીમોમા વહાલાદવલાની નીતિ , પૂર મા ખેતીમા ખેડૂતો ને થયેલ નુકશાન અંગેની ફરીયાદો ની ચકાસણી કરવા વિઝિટ લેતા સરકારી અધિકારીઓ દોડતા થઇ ગયા હતા .

ગીતાબેને આજે તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર કચેરીએ તથા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ પહોચી જઈ તાલુકા વિકાસ અધિકારીને મળીકામગીરી અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ અને તાકીદ પણ કરી હતી તથા
પ્રાંત અધિકારી ને પણમળ્યાહતા .ગીતાબેને જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આદિવાસી વિસ્તારના વિકાસના કામો માટે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે જેનો લાભ આદિવાસી ઓ અને લાભાર્થીઓને મળવો જોઇએ જે ન મળતો હોય તે ચલાવી લેવાશે નહી .જોકે સાંસદ આગળકેવા પગલા લે છે તે હવે જોવુ રહયુ .

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા