ગેરકાયદેસર પિસ્તલ તથા મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.

રાજપીપળા, તા. 27
હિંમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાની સૂચનાથી નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી તથા સી.એમ. ગામીતની સંયુક્ત બાતમીને આધારે પ્રીતમદાસ મગનભાઈ વસાવા (રહે,નદી ફળિયું, ઘંટોલી દેડીયાપાડા) પાસે પિસ્તલ જેની કિં.રૂ. 10,000 /- તથા મોટરસાયકલ નંબર જીજે 22 એલ 4836 કિં.રૂ. 30000/- મળી કુલ કિં.રૂ.40000/-નો મુદ્દામાલ આપનાર ઈસમ ચંદ્રસિંગભાઈ હિરાભાઇ વસાવા (રહે, આમલી ફળીયુ ઘંટોલી ) ની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દેડીયાપાડા પોલીસ મથક ખાતે ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા