નર્મદાના ઝાક ગામે મારુતિ સુઝુકી અલ્ટો ફોર વ્હિલ ગાડીને હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ સાથે અકસ્માત નડતા બેને ગંભીર ઇજા.
રાજપીપળા, તા. 22
નર્મદા જિલ્લાના ઝાક ગામે તાબદા ફળિયાના ઢાળ પાસે મારુતિ સુઝુકી અલ્ટો ફોર વહીલ ગાડી ને હોન્ડા યુનિકોન બાઈક મોટરસાયકલ સાથે અકસ્માત નડતા બેને ગંભીર ઇજા થવા પામી હતી.આ બાબતની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં ફરિયાદી અર્પિતભાઈ આટિયાભાઈ વસાવા (રહે,ઉમરાન ખાનસીગ ફળિયું )એ આરોપી મારુતિ સુઝુકી અલ્ટો ફોર વ્હીલ ગાડી નંબર જીજે 16 જે 0431 ચાલક જીતેન્દ્રભાઈ વજેસિંગભાઈ વસાવા(રહે, ટીલીપાડા ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી જીતેન્દ્રભાઈએ પોતાના કબજાની મારુતિ સુઝુકી અલ્ટો વહીલ ગાડી નંબર જીજે 16 જે 0431ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અર્પિતભાઈ હોન્ડા યુનિકોન બાઈક મોટરસાયકલ નંબર જીજે 22 એમ 4187 એકસીડન્ટ કરીઅર ડાબા પગે ઈજા કરી તથા સાહેદ દરસેસભાઈ ઈન્દ્રવદનભાઈ વસાવા (રહે, સલ્લી તા.ઉમરપાડા જી. સુરત)ને શરીરે ઈજા કરી તથા ડાબા પગને ઘૂંટણથી ઉપરના ભાગે બે જગ્યાએ ફેક્ચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ગુનો કરતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા