ગે૨કાયદેસ૨ ડોકટ૨ ની પ્રેકટીસ કરતા ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા , સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ મહેન્દ્ર બગડીયા નાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરકાયદેસરની પ્રેક્ટીસ કરતાં બોગસ ડોક્ટરોને પક્ડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમી આધારે ઇન્દીરાનગર ગેટની બાજુમાં વિકાસ યાદવના મકાન ખાતે અર્ચના ક્લીનીક લખેલ દુકાનમાં ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટીસ કરતાં રાજીવ કુમારેશ બિસ્વાસનાઓની તપાસ કરતાં મજકુર ઇસમ કોઇપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું ૨જીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્રો મેળવ્યા વગર ર્ડોક્ટરની પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જણાયેલ અને તેમના કબ્જામાંથી ગે.કા.રીતે મેડીકલ પ્રેકટીસથી મેળવેલ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો તથા મોબાઇલ ફોન એમ કુલ્લ કિ.રૂ .૧૫૪૮૧ / ના મુદ્દામાલ સાથે મળી આવતાં મજકુર આરોપીને રાઉન્ડ અપ કરી તેમના વિરૂધ્ધ ધી મેડીકલ પ્રેકટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ , ૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ .
પકડાયેલ આરોપીઃ રાજીવ સ / ઓફ કુમારેશ બિવાસ ઉ.વ .૨૯ ૨હે . હાલે ઈન્દીરાનગર ગેટની બાજુમાં વિકાસ યાદવના મડાનમાં તા.ગાંધીધામ મુળ રહે . ટીકમગઢ ડબાડખાનાની પાછળ મેઉ ચુગીનાકા પાસે જી . ટીકમગઢ થાના ટીકમગઢ મધ્ય પ્રદેશ .
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો કિ.રૂ .૧૦૪૮૧ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / કુલ્લ કિ.રૂ .૧૫૪૮૧ / નો મુદ્દામાલ
ઉપરોક્ત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઈન્સ. એસ.એન.ગડુ તથા પો.સબ.ઇન્સ. એમ.એમ.ઝાલા તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .