બે દિવસમા નાંદોદ તાલુકામા -06કેસ , અને રાજપીપલા મા -08 કેસ,ગરુડેશ્વર મા -01,ડેડીયાપાડા મા -02અને સાગબારા તાલુકામા -03કેસ પોઝિટિવ આવ્યા
આજે 14 દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ
નર્મદા જિલ્લામા કૂલ પોઝિટિવ કેસનો આંકડો
517 પર પહોચ્યો .કોરોના નો આંકડો 500ને કર્યો પાર
આજે કુલ 370 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા 13
ગઈ કાલે બુધવારે નર્મદા મા 10કેસ અને આજે ગુરુવારે પણ10 કેસ પોઝિટિવ આવતા બે દિવસમા”નર્મદામા કૂલ 20 કેસ પોઝિટિવ આવ્યા છે
જેમા ગઈ કાલે નાંદોદ તાલુકામા -06કેસ , અને રાજપીપલા મા -04 કેસ મળી કૂલ 10કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે આજે ગરુડેશ્વર તાલુકા મા -01વાગડિયા ગામે , ડેડીયાપાડા તાલુકામા -02,બન્ને રાખસ કુંડી ગામે , સાગબારા તાલુકામા -03જેમા ગોડદા ,અમીયાર , ઘોડા દેવી ગામે પોઝિટિવ આવ્યા છે જ્યારે રાજપીપલા મા આજે વધુ -04કેસ પોઝિટિવ આવ્યા જેમા ભાટવાડા , ક્સબાવાડ , સ્ટેશન રોડ અને રામબાગ સોસાયટી મા પોઝિટિવ કેસ આવ્યા છે
ગઈ કાલે કોવીદકેર માથી કૂલ 12અને કોવીદ માથી 02 દર્દીઓ સાજા થતા કૂલ 14 રજા અપાઈ હતી .જ્યારે આજે પણ કોવીદમાથી 07 અને કેર માથી 07મળી કૂલ 14દર્દીઓ સાજા થતા બે દિવસ મા કૂલ 28ને રજા આપાઈ હતી
વડોદરા ખાતે રીફર 06 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 14અને કોવીદ કેર 24,અને હોમ આઇસોલેશનમા 19મળી કૂલ 57 દર્દીઓ સારવાર હેઠળછે
નર્મદા મા આજદિન સુધી મા કુલ 517પોઝિટિવ કેસ નોધાતા પોઝિટિવ કેસ નો આંકડો 500ને પાર કરી ગયો છે
.જ્યારે આજદિન સુધીમા કૂલ 454ને રજા આપી છે
આજે કુલ 370 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 54324વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 34 દરદીઓ, તાવના 25 દરદીઓ, ઝાડાના 31 દરદીઓ સહિત કુલ-100 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 928931લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 433298લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા