*ગુજરાતમાં પણ એમપીવાળી થવાનો ડર ધારાસભ્યોને લઈને જયપુર*

ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યસભાના બંને ઉમેદવારો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા.