દોઢ મહિના સુધી ટુર્નામેન્ટ ચાલી, 8 ટીમોએ ભાગ લીધો.
ફાઈનલ મેચમાં મહાદેવ ઇલેવન ટીમ વિજેતા બની.
નાંદોદ તાલુકાના આમલેથા યુવા સંગઠન દ્વારા આમલેથા પ્રિમિયમ લીંગ નુ સતત ત્રીજા વર્ષે ક્રીકેટ ટુર્નામેનટનુ આયોજન કરવામાં આવેલું હતું. જેમા ગામની 8 ટીમો એ ભાગ લીધો હતો.આ ક્રીકેટ ટુર્નામેન્ટ છેલ્લા દોઢ મહિના થી રમાઈ રહી હતી..
આજ રોજ આ ક્રીકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ રમાઇ હતી જેમાં મહાદેવ ઇલેવન ટીમ વિજેતા બની.
આ ટુર્નામેન્ટ ની ફાઈનલ મા મુખ્ય અતિથિ નાંદોદ વિધાનસભાના વિધાયક પી.ડી.વસાવા,સુગર ફેક્ટરીના ડાયરેક્ટર સુભાષભાઈ વસાવા, આમલેથા ગામના સરપંચ નિખિલભાઈ વસાવા, ગામના આગેવાન સુરેન્દ્રભાઈ વસાવા,તથા ગામના માજી સરપંચઓ તથા ગામના વડીલો પણ હાજર રહ્યા હતાં, પી.ડી.વસાવા યુવાનોને દેશને સારા ખેલાડી મળે તે માટે મેદાન પર શ્રેષ્ઠ દેખાવ કર્યા કરવા અનુરોધ કર્યો હતો. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ગામ સુંદર ગામ વ્યસનમુક્ત ગામ અને ભાઈચારાની ભવિષ્યતિ હોવાનું જણાવી ભાગ લેનાર અને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.