જિલ્લા કલેકટર મનોજ કોઠારીનાહતે થનારુ ધ્વજવંદન.
સ્વાતંત્રયપર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક.
રાજપીપળા,તા.૯
નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપળા મુખ્યમથકખાતે
કરાશે.આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામવિધ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમા નર્મદા જિલ્લા
કલેકટર મનોજ કોઠારીના હસ્તે ધ્વજવંદન થશે. જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ,એસઆપી,
હોમગાર્ડઝદળ, એનસીસી, સ્કાઉટ ગાઈડ્રેસવગેરે પ્લાટુનોની પરેડનુ કોઠારી નિરીક્ષણ કરશે.
સ્વાતંત્રયપર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના પૂર્વ આયોજન તૈયારીઓ અંગેગઈકાલે સાંજે રાજપીપળા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા કોઠારીએઉજવણીના સુચારાઆયોજન માટે સંબંધીત અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડી આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પારપડે તે જોવાની પણ તેમણે ખાસ સુચના આપી હતી.
જિલ્લાવિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર
અને સુ.સી.એન.ચૌધરી જિલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિત જિલ્લાના સંબંશીત
અમલીકરણઅધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યા મુજબ સદરહુ ઉજવણી પ્રવર્તમાનકોરોના વાયરસની
મહામારીને અનુલક્ષીને સોશીયલ ડિસ્ટન્સીગ અને માસ્ક પહેરવા વગેરે જેવા ધારાધોરણના પાલન સાથે મર્યાદિત આમંત્રિતોની
ઉપસ્થિતિમાં યોજાશે.આ સમારોહમાં કોરોના વોરિયર્સનેપ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનીત કરાશે
ધ્વજવંદન સમારોહના અંતમા જિલલા કલેકટર મનોજ કોઠારી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવશે.
તસવીર:જ્યોતિ જગતાપ રાજપીપળા