આ સાથે તમામ જિલ્લા અને મહાનગરોમાં હાલમાં પદ સંભાળી રહેલા પ્રમુખોનો કાર્યકાળ પૂરો ગણવામાં આવે છે. આજથી નવા પ્રમુખોની નીચેની યાદી મુજબ વરણી કરવામાં આવે છે. આ યાદીમાં બાકી રહેલા જિલ્લા કે શહેરમાં પ્રમુખોની નિયુક્તિ ટુંક સમયમાં કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિએ આજે ત્રણ અતિ મહત્વપુર્ણ જાહેરાત કરી કે,
ગુજરાતના યુવા આઈકોન ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
લોકપ્રિય ફિલ્મી અભિનેત્રી નિકિતા રાવલને રાજ્યના પ્રવક્તા તરીકે નિમણુંક કરી છે, અને
શ્રી તુલી બેનર્જીને રાજ્યના મીડિયા વડા તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના સહ પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવે કહ્યું કે, અમે આમ આદમી પાર્ટી ગુજરાતની સ્ટેટ લીડરશીપ ટીમમાં ગોપાલ ઈટાલિયા, નિકિતા રાવલ અને તુલી બેનર્જીને આવકારતા ખુશી વ્યક્ત છીએ. નવનિયુક્ત ત્રણેય પદાધિકારીઓ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓના થોડા સમય પૂર્વે અને મહત્વના સમયે ગુજરાતની રાજ્યના શીર્ષ નેતૃત્વમાં જોડાશે. અમને આશા છે કે, નવી નિમણુંકો પક્ષને વધુ મજબુત કરવા અને રાજ્યમાં આમ આદમી પાર્ટીને જનતાનો વિકલ્પ બનાવવા માટે સખત મહેનત કરશે.
પૂર્વ પ્રમુખશ્રી પ્રો. કિશોર દેસાઈ અંગે જણાવતા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવે આગળ જણાવ્યું હતું કે, પ્રો.દેસાઈ ખુબ જ નિષ્ઠાવાન વ્યક્તિ છે અને તેમણે પક્ષ માટે પ્રશંસનીય કાર્ય (અધ્યક્ષ તરીકે) કર્યું છે. પુર્વ પ્રમુખ પ્રો.કિશોર દેસાઈને હવે પાર્ટી સંગઠન મજબૂત બનાવવા માટે પક્ષમાં નિર્ણય લેવાની જવાબદારી સાથે આયોજન સમિતિનો ભાગ બની રહેશે.
શ્રી પ્રો. કિશોર દેસાઈએ પદ છોડવાનું નક્કી કરતી વખતે જણાવ્યું કે, ”હવે યુવાનોને નેતૃત્વ સંભાળવાનો સમય આવી ગયો છે. યુવાનો જ આ દેશનું કલ્યાણ કરી શકે તેમ છે અને યુવાનો ઉપર ભરોસો મુકીને તેમને રાજનીતિમાં આગળ વધારવા જોઈએ.”
વિશેષમાં, આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા પાર્ટીનો આધાર મજબુત બનાવવા માટે રાજ્યભરમાં શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખનું પુનર્ગઠન કરીને નવી નિમણુંકો આપેલ છે. નવનિયુક્ત શહેર પ્રમુખ અને જીલ્લા પ્રમુખના નામની યાદી આ સાથે જોડાયેલ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યની ટીમે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ પૂર્વે બેઠક કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તેમની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઈટાલીયાનો પરિચય :-
ગોપાલ ઈટાલિયા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબા ગામના વતની છે અને તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ ગ્રેજ્યુએટ છે. ગોપાલ ઈટાલિયા, 2012માં ગુજરાત પોલીસમાં જોડાયા હતા અને અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં સર્વિસ આપી રહ્યા હતા. તેમણે 4 વર્ષ સુધી ગુજરાત પોલીસમાં સેવા કરી અને પછી ભ્રષ્ટાચારથી કંટાળીને સર્વિસમાંથી રાજીનામુ આપ્યું.
2015 માં ગોપાલભાઈ મહેસુલી ક્લાર્ક તરીકે અમદાવાદ કલેક્ટર કચેરીમાં જોડાયા હતા, પરંતુ સરકારની ભ્રષ્ટાચાર, શોષણ અને તાનાશાહીથી કંટાળીને 2017 માં તેમણે આ નોકરી છોડી દીધી હતી. બંને સરકારી નોકરીઓ છોડી દીધા પછી ઈટાલિયાએ સરમુખત્યારશાહી અને ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ લાવવાનો માર્ગ પસંદ કર્યો.
નવનિયુક્ત મીડિયા પ્રવક્તા શ્રી નિકિતા રાવલ પરિચય :-
નિકિતા રાવલ એક ભારતીય કથક નૃત્યાંગના, બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. રાવલે અનિલ કપૂર અને શેફાલી શાહ, મિસ્ટર હોટ મિસ્ટર કૂલ, ધ હીરો – અભિમન્યુ, અમ્મા કી બોલી, ગરમ મસાલા, અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ વગેરે સાથે ફિલ્મોમાં કામ કર્યું છે.
નિકિતા રાવલ 2012 માં એચ.આઈ.વી પીડિત બાળકો માટે આસ્થા ફાઉન્ડેશન નામની એનજીઓની સ્થાપના કરીને સામાજિક કાર્યોમાં પણ યોગદાન આપેલ છે. તેઓ એક ઉદ્યોગસાહસિક અને મોટિવેશન વક્તા પણ છે.
નવનિયુક્ત સોશિયલ મીડિયા તુલી બેનર્જી :-
તુલી બેનર્જી એક ભૂતપૂર્વ પત્રકાર, લેખક અને મીડિયા વ્યક્તિત્વ છે. તેમણે ફૂડ, ફેશન, જીવનશૈલી બ્લોગર અને વિવેચક પણ છે. તેમને ભારતીય ખાદ્ય વારસામાં ફાળો આપવા બદલ અનેક પ્રશંસા અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. તાજેતરમાં તેમને અમદાવાદના ટોચના 3 ફૂડ બ્લોગર્સમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં ફૂડ એન્ટરપ્રિન્યર્સ એલાયન્સ દ્વારા સોશિયલ મીડિયાની મદદથી ક્યુનરી હેરિટેજને પ્રોત્સાહન આપવા બદલ અને તેમની સેવાઓ માટે તેમને “કુલિનરી હેરિટેજ એવોર્ડ” અને “Women Excellence Award” આપવામાં આવ્યા છે.
અત્રે એક વિશેષ નોંધ લેવા જેવી છે કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ત્રણ નિયુક્તિ પૈકી બે મહત્વની જવાબદારીઓ પર મહિલાઓને નિયુક્ત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ મહિલાઓને પણ મહત્વની જવાબદારી સોંપીને પાર્ટીમાં મહિલાઓના મહત્વને અને પાર્ટીમાં મહિલા નેતૃત્વને પણ સાહજિક રીતે સ્વીકાર્યું છે.
આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મજબુતીથી મેદાને ઉતરવા તૈયાર થઈ રહી છે.
આ સાથે તમામ જિલ્લા અને શહેરની કાર્યકારી શહેર/જિલ્લા સમિતિનો કાર્યકાળ પણ સમાપ્ત કરવામાં આવે છે. નવ નિયુક્ત પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી સાથે સંકલન કરીને નવી જિલ્લા કે શહેર સમિતિની રચના કરવામાં આવશે.