દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

દેડીયાપાડાની રૂા. ૨૨.૩૪ કરોડના ખર્ચે કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને નવનિર્મિત મોડેલ સ્કૂલ -હોસ્ટેલ બિલ્ડિંગ સહિત સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણકરતા સીએમ

રાજ્ય અને કેન્દ્ર સરકારે આદિવાસી સમાજ માટે વનબંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, જંગલ અને જમીન, સિચાઈ અને “નલ સે જલ” જેવી અનેક યોજનાઓની સાથે ટ્રાયબલ યુનિવર્સિટી પણ આદિવાસી સમાજ માટે પુરી પાડી છે
-રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી ( કુમાર)

વિવિધ ક્ષેત્રોમાં નોંધાપાત્ર સિધ્ધિ હાંસલ કરનાર આદિવાસી સમાજની ૪૫ જેટલી
તેજસ્વી પ્રતિભાઓને પ્રશસ્તિપત્રો એનાયત કરી બહુમાન કરાયું

રાજપીપલા, તા 9

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી ( કુમાર),ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશંકરભાઈ વસાવા,વરિષ્ઠ પદાધિકારીઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં દેડીયાપાડાની સરકારી કન્યા છાત્રાલય (ડ્રાય હોસ્ટેલ) આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રિ વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂા.૨૨.૩૪ કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત દેડીયાપાડાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને નવનિર્મિત મોડેલ સ્કુલ-હોસ્ટેલ બિલ્ડિંગ સહિત સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું, જેમાં ૭૮૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.

રાજ્યકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી ( કુમાર) એ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે આદિવાસી સમાજ માટે વનબંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, જંગલ અને જમીન, સિંચાઈ અને “નલ સે જલ” જેવી અનેક યોજનાઓની સાથે ટ્રાયબલ યુનિવર્સિટી પણ આદિવાસી સમાજ માટે આ સરકારે પુરી પાડી છે. નોવેલ કોરોનાની મહામારીને લઈને અન્ય ઉત્સવો બંધ કર્યા છે, ત્યારે સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતુ.

આ પ્રસંગે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને આદિવાસી ભાઇઓ દ્વારા આદિવાસી નૃત્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી ( કુમાર) ને ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવાએ વારલી પેઇન્ટીંગનું સ્મૃત્તિ ચિત્ર એનાયત કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી ( કુમાર) અને અન્ય મહાનુભાવોના હસ્તે વન અધિકાર અધિનિયમ હેઠળના- ૨૮ લાભાર્થીઓને “આદેશપત્રો”,ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત રોજગારલક્ષી કિટ્સ-૬, બિરસામુંડા યુનિવર્સિટીના ઉત્તિર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થી-૩,પ્રગતિશીલ ખેડુતો-૨, પશુપાલનક્ષેત્રે-૨, રમતગમત ક્ષેત્રના ટીમ લીડરને-૧, ધો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી-૩ સહિત કુલ-૪૫ જેટલી વિવિધ તેજસ્વી પ્રતિભાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. તેની સાથોસાથ આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ પર ફિલ્મ પણ નિહાળી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા