નર્મદા જિલ્લાના ૧૨ યોગા ટ્રેનર્સ અને ૧ યોગા કોચને નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા.

ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા રાજ્યના ૧૨૬ યોગ કોચ અને ૮૨૮૪ યોગટ્રેનરોને યોગાસન માટે તૈયાર કરીનેપ્રમાણપત્ર એનાયત સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડિયો કોન્ફરન્સના માધ્યમથીયોજાયો હતો. તેના ભાગરુપે નર્મદા જિલ્લા કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે અધિક નિવાસી
કલેકટર એચ.કે.વ્યાસના હસ્તે જિલ્લાના ૧ કોચ અને ૧૨ યોગા ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણ કરવામા આવ્યા હતા.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર એચ.કે.વ્યાસે કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરતા નર્મદા જિલ્લાનીપ્રજાને સરસ રીતે યોગાસન કરી તંદુરસ્ત સમાજ તૈયાર કરવા શુભકામના પાઠવી હતી. અને ભવિષ્યમાં સફળતા
હાંસલ કરે તંદુરસ્ત રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ અવસરે જિલ્લા રમત ગમત અધિકારી એન.એસ.અસારી, પ્રાત યુવા વિકાસ અધિકારી ડી.બી.દેસાઇ, યોગના
કોચ દિલીપભાઇ વસાવા, ટ્રેનર્સ વગેરે ઉપસ્થિત રહયા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપળા