ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળા–પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળા–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

– રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોનું ધ્યાન દોરતા જણાવવાનું કે, નાણાંકીય વર્ષ : ર૦ર૦–ર૧ માટે બોર્ડની સહાયકારી યોજનાઓ આઈ–ખેડુત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website : http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ–ખેડુત પોર્ટલ પર તા. ૦પ–૦૮–ર૦ર૦ થી તા.૩૧–૦૮–ર૦ર૦ દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, પશુ ચિકિત્સા અધિકારીશ્રી અને જીલ્લા નોડલ અધિકારીશ્રીની ભલામણ સહીત અને અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિતની અરજી ઓનલાઈન કર્યા તારીખથી દિન–૩૦ પહેલા બોર્ડને ઉકત સરનામે મોકલી આપવાની રહેશે. જિલ્લા નોડલ અધિકારીશ્રીની યાદી બોર્ડની ઉપર જણાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્રારા રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રજીસ્ટર્ડ પાંજરાપોળોને ઘાસચારા ઉત્પાદન માટે સ્વાવલંબી બનાવવાની યોજના વર્ષ : ર૦ર૦–ર૧ અમલમાં મુકવામાં આવેલ છે. યોજનાનો લાભ લેવા માટે સંબંધિત અરજદારોએ આઈ–ખેડુત પોર્ટલ પર ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનાઓ હેઠળ અરજી કરવાની રહેશે તથા અરજીપત્રકમાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આઈ–ખેડુત પોર્ટલ આ યોજના તા. ૦પ–૦૮–ર૦ર૦ થી તા.૩૧–૦૮–ર૦ર૦ સુધી કાર્યાન્વીત રહેશે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવવામાં આવે છે. યોજનાના સરકારશ્રીના ઠરાવની વિગત બોર્ડની Website : http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

આ યોજનાઓનો લાભ લેવા ગૌશાળા–પાંજરાપોળોને એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણીએ અપીલ કરી છે.

મિતલ ખેતાણી
(મો.૯૮ર૪ર ર૧૯૯૯)