નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરાયું

નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરાયું :

રાજપીપળા :

નર્મદા જિલ્લાની ગ્રીન જિલ્લો બનાવવાની દિશામાં તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે વનવિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નાંદોદ તાલુકાના તોરણા ગામે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

મુસ્લિમ સમાજ કબ્રસ્તાન કમિટી દ્વારા તેમજ મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વનવિભાગ પાસે તોરણા ગામે કબ્રસ્તાનની જગ્યામાં વૃક્ષારોપણ કરવા માટે રોપાની માગણી કરવામાં આવી હતી જેઅનુસંધાને સામાજિક વનીકરણ રાજપીપળા દ્વારા તોરણા ગામે કબ્રસ્તાનમાં મોટાપાયે વૃક્ષો નુ રોપણ શરૂ કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ જ રીતે વૃક્ષારોપણ થકી નર્મદા જિલ્લો ગ્રીન જિલ્લો બનશે તેવી આશા સેવાઈ રહી છે. આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ મા મોહસીને આઝમ મિશન ના પ્રમુખ શાહનવાજ પઠાણ અને ઈરફાન ખોખર , સરપચ ના પુત્ર નિતીન ભાઈ વસાવા, શહીદ ખા તોરના ના કબ્રસ્તાન ના પ્રમુખ હનીફ રાજ, મોહસીન પઠાણ, અને તોરણા ના ગ્રામજો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા