*કેશોદ તુવેર કૌભાંડ બાકી બિલ ચૂકવવા ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી*

એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ચુકવણી કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના હજુ ૬૦ કરતાં વધુ બિલ બાકી હોવાનું અનુમાન છે. કેશોદના પ્રાંસલી, ચીત્રીના ઝણવાવ તેમ જ ડેરવાણના ૨૪ કરતાં વધુ ખેડૂતોએ ગત વર્ષે એપ્રિલમાં કેશોદ એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન જ તુવેરમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેના કારણે સરકારે ખેડૂતોનું પેમેન્ટ અટકાવી દીધું હતું.