*શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં મુંબઈમાં ૫૦૦ ઉપરાંત દરિદ્રિનારાયણોને રાશન કીટ તથા ગૌમાતાઓ અને માછલીઓને રોટલી- ભોજન…*

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત
શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દરિદ્રિનારાયણોને રાશન કીટ વિતરણ તેમજ ૧૨૫ કિલો ઘઉંના લોટની રોટલી બનાવીને ગૌમાતાઓ અને માછલીઓને ભોજન અર્થે દાન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈ – મહાલક્ષ્મીના મહંત શ્રી દિવ્યદર્શન દાસજીસ્વામી, સાથી સંતો તેમજ ઉદ્યોગપતિ તથા ભાજપના મુંબઈ અધ્યક્ષ શ્રી મંગલ પ્રભાત લોઢાજી તથા સ્થાનિક નગરસેવિકા શ્રીમતી સરિતા પાટીલજીના શુભ હસ્તે મહાલક્ષ્મી વિસ્તારના રોજગારી ગુમાવી ચૂકેલા ગરીબ, નિ:સહાય તેમજ જરુરિયાતમંદ ૫૦૦ ઉપરાંત દરિદ્રિનારાયણોને
વિનામૂલ્યે રાશનકીટ જેમાં ૩ કિલો ઘઉંનો લોટ, ૨ કિલો ચોખા, એક કિલો તેલ, ૫૦૦ ગ્રામ દાળ, ૩ બિસ્કિટના પેકેટનું – રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.