કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું


આખી દુનિયા કોવિડ રોગચાળાના વિપરીત પ્રભાવો સામે લડતી હતી અને વ્યવસાય અને સમાજનું મનોબળ એકદમ નીચું હતું, ત્યારે દરેકને મદદ કરવી જરૂરી બની હતી. આવા સંજોગોમાં વ્યવસાય ને પુનર્જીવિત કરવા અને શક્ય બનાવવા માટે એક બીજાના સહયોગ ને નેટવર્કિંગ કરવાનું બહુ મહત્વપૂર્ણ હતું. એટલે જ સ્મોલ અને મિડ કેપ બિઝનેસ ઉદ્યોગસાહસિકો અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓને ટેકો આપવા માટે રિદ્ધિ રાવલે , ” બીઝ- ટ્રીઝ ” નામનું એક મજબૂત નેટવર્કિંગ મંચની પરિકલ્પના કરી ને 12 ડિસેમ્બર, 2020 ના રોજ શરૂ થયેલ આ બિઝનેસ નેટવર્કિંગની ફોરમ નું મુખ્ય ટેગ લાઇન છે ” નેટવર્કિંગ ઇઝ ઍવેરીથીંગ”. બિઝ ટ્રીઝ બિઝનેસ નેટવર્કિંગ ગ્રૂપના સ્થાપક અને રિદ્ધિ રાવલે જણાવ્યું કે , ” અમારો મુખ્ય વિચાર એ હતો કે આપણે આપણા પોતાના વર્તુળમાં જ વ્યવસાય કરી શકીશું અને તે પણ કોઈ આંતરિક સ્પર્ધા વિના. એટલે જ આટલા મુશ્કેલ 6 મહિનામાં અનિશ્ચિત સમયમાં પણ અમારા દ્વારા ૩ ચેપ્ટર્સ આરંભ, આસમાન અને અનંત નું પરિકલ્પના કરવામાં આવ્યું અને આજે અમે લગભગ 165 સમર્પિત અને ઉત્સાહી સભ્યોનું કુટુંબ છીએ જે નેટવર્ક માટે તત્પર અને તૈયાર છે, આ બિઝનેસ કૉમ્યુનિટીમાં અમે એકબીજાને વિકસાવવામાં મદદ કરીયે છે, સમુદાયની સેવા કરીયે છે અને અર્થતંત્રને જીવંત બનાવવા માટે વ્યવસાય ઉત્પન્ન કરવાનું સતત પ્રયાસ કરીયે છીએ. વોડાફોન અને ગૃહ ફાઇનાન્સ જેવા કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવાનું મારા એક દાયકાથી વધુનું અનુભવ છે અને એના થી મને બધા ઉભરતા ઉદ્યોગ સાહસિકોને એક જ છત હેઠળ લાવવા અને એને એકબીજા સાથે એક પરિવાર તરીકે કામ કરવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ આપવાનું વિચાર આવ્યો. ફક્ત છેલ્લાં 6 મહિનાના સમયગાળામાં, અમે આંતરિક રેફરલ્સ દ્વારા 1 કરોડ 15 લાખથી વધુનો વેપારનું સંચય કર્યું છે

https://youtu.be/LnQvEMOzrEQ

બાઈટ: કૃપાલ ઠક્કર , ફાઉન્ડર