“લોકહિત” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“લોકહિત”
સગી માને રોતી કકળતી મૂકી માસીનુ સ્પેશિયલ કૈસર મલાઈયુકત દુધ પીને આવેલા એક ધારા સભ્યનુ અભિવાદન કરતા મે પુછયુ.. “સાહેબ આપના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આપે કહેલી એક વાત મને ન સમજાઈ..”
” કંઈ વાત..?” એમણે કહયુ
“સાહેબ આપે કહયુ હતુ કે.. શાસકપક્ષ મા હોઈએ તો જ લોકહિત ના કાર્યો કરી શકાય..” મે કહયુ.
જાણે એમની દૂખતી રગ ઉપર હાથ મુક્યો હોય એમ એ એકદમ રડમસ થઈ ગયા. સાવ વ્યથિત સ્વરે બોલ્યા..
” આ કોન્ગ્રેસ… કોન્ગ્રેસ.. કરીને શુ કાંદા કાઢ્યા. બહુ રાહ જોઈ.. જેને વિરોધ જ નથી આવતો એ શાસન શુ ચલાવે …. એ બોલ્યા જતા હતા. તે એમને અટકાવ્યા. અને કહયુ.. “સાહેબ.. લોકહિત..”
” હા.. હા.. લોકહિત ને હુ સમજાવુ..”
” જો ભાઈ મારી સગ્ગી સાળીના ચિરજીવી ને મેડિકલમાં એડમિશન ન અપાવી શક્યો.. મારા ફૂંઆની એટ્રોસિટિ ના કેશમા ધરપકડ ન રોકી શક્યો.. મારા નાનાભાઇ ની 300 વિઘાની જમીનની ફાઈલ પેન્ડીંગ પડી છે.. ઉપરથી રાત દિવસ આઈ બી, સીબીઆઈ, ઈન્કમટેક્ષની ધમકી.. પોલીસ ની ધમકી .. મારા સાઢુના સાળાની બેનની દિકરીની નણંદના વિઝા પણ મારાથી ન થઈ શક્યા.. અરે મારા સગ્ગા પડોશીની એક 38 કરોડની એક ફાઈલ પણ હૂ કલીઅર ન કરાવી શક્યો.. મારા નાના બેકાર છોકરા માટે વીસ પચીસ કરોડના સરકારી ટેન્ડર પણ ન અપાવી શકુ તો ધારાસભ્યપદ ને ક્યાં નાખવાનું…એમ કહીને કયા નાખવાનું એનો જવાબ પણ આપ્યો. પણ આપણાથી એવુ ન લખાય. અને ન બોલાય..આપણે ક્યા ધારાસભ્ય છીએ. હજી પણ એમની પાસે લોકહિતની ધણી લાંબી યાદી હતી.. પણ જિલ્લા પોલીસ વડા એમની શુભેચ્છા મુલાકાતના બહાને માફી માંગવા આવવાના હતા. એટલે મે એમને પડતા મુક્યા..